Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરઃ ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના પાંચ ઠેકાણા નષ્ટ કરાયા

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં કેટલાક દિવસોથી સેના દ્રારા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે આ હેઠળ ત્રણ આતંકીઓનો ખાતમો પણ કરવામાં આવ્યો ચે ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ સેના દ્રારા આતંકીઓના પાંચ ઠેકાણાઓ નષ્ય કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓની શોધખોળ રવિવારે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. તો બીજી તરફ ઘટના સ્થળેથી એક સળગેલો મૃતદેહ પણ ણળ્યો છે.
 
જો કે આ મૃતદેહની હજીસુઘી કોઈ ઓળખ થી નથી પરંતુ કહેવામાં  આવે છે કે આ એક આતંકવાદીનો મૃતદેહ હશે, જે સેના દ્વારા છોડવામાં આવેલા મોર્ટારને કારણે લાગેલી આગમાં સળગી ગયો હશે.સુરક્ષા દળોએ હવે ઓપરેશનનો વ્યાપ પડોશી ગામો સુધી વિસ્તાર્યો છે. ઓળખાયેલા લક્ષ્યો પર મોર્ટાર વડે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
આ સહીત સુરક્ષા દળોની આક્રમક વ્યૂહરચના બાદ પહાડોના દરેક ખૂણે-ખૂણાથી વાકેફ આતંકવાદીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગાઢ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર નજર રાખવા માટે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.
જાણકારી અનપસારમાનવામાં આવે છે કે બુધવારથી આતંકીઓ અહીં આશ્રય લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રવિવારે સવારે સુરક્ષા દળોએ જંગલ તરફ અનેક મોર્ટાર શેલ છોડ્યા હતા. આતંકવાદીઓએ ગાઢ જંગલમાં કુદરતી ગુફાઓમાં ઠેકાણા બનાવ્યા છે. સાવચેતીના પગલા તરીકે, આતંકવાદીઓ નાગરિક વસાહતોમાં પ્રવેશ ન કરે તેની ખાતરી કરવા માટે પડોશી પોશ ક્રેરી વિસ્તારમાં સુરક્ષા કવચ વધારી દેવામાં આવ્યું છે તમામ રસ્તાઓ જ્યાં સંભવિત છુપાવાની શંકા છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ઓપરેશનનો આજે છઠ્ઠો દિવસ છે.