Site icon Revoi.in

કુનો નેશનલ પાર્કમાં વધુ પાંચ ચિત્તા છોડવામાં આવશે,KNPની બહાર પણ જઈ શકશે ચિત્તા

Social Share

દિલ્હી : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં અનુકૂલન શિબિરોમાંથી વધુ પાંચ ચિત્તાઓને જૂનમાં ચોમાસાની શરૂઆત પહેલા જંગલમાં છોડવામાં આવશે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષ છે. મંત્રાલયે કહ્યું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિર્દેશો પર નિષ્ણાતોની ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ ચિતા’ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જૂનમાં ચોમાસાના વરસાદની શરૂઆત પહેલા પાંચ વધુ ચિત્તાઓ (ત્રણ માદા અને બે નર)ને અનુકૂલન શિબિરોમાંથી મુક્ત હિલચાલ માટે KNPમાં મુક્ત કરવામાં આવશે.” તેમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તાઓને KNPમાંથી બહાર જવા દેવામાં આવશે અને તેને ત્યાં સુધી આવશ્યક રૂપમાં પાછા લાવવામાં નહીં આવે જ્યાં સુધી તે વિસ્તારમાં પ્રવેશ ન કરે જ્યાં તેને ખતરો હોય.

નિવેદન અનુસાર, ચિત્તાઓને તેમની પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને સુલભતાના આધારે મોનિટરિંગ ટીમો દ્વારા ફ્રી રોમિંગ માટે પસંદ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાંથી ચારને કેએનપીમાં વાડવાળા અનુકૂલન શિબિરોમાંથી મુક્ત-શ્રેણીની સ્થિતિમાં મુક્ત કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર, બે નર ચિતા (ગૌરવ અને શૌર્ય) પાર્કમાં જ રહ્યા છે અને તેની સીમાઓથી આગળના વિસ્તારની શોધખોળ કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.

Exit mobile version