Site icon Revoi.in

રાજસ્થાનના અલવર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

Social Share

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અલવરના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક કારમાં આગ લાગતાં પાંચ લોકો જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયો હતો.

વૈષ્ણોદેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા

લોકોના જણાવ્યા મુજબ, કાર ચાલતી હતી ત્યારે અચાનક આગ લાગી ગઈ. ડ્રાઈવર માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યો. મૃતકો મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના રહેવાસી હતા અને વૈષ્ણોદેવીથી પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

વધુ વાંચો: દિલ્હીના દ્વારકામાં ગોલ્ફ કોર્સના તળાવમાં ત્રણ બાળકો મોત

Exit mobile version