1. Home
  2. Tag "road accident"

વાહન અકસ્માતમાં દીકરી ગુમાવનાર પરિવારજનોએ વાહન ચાલકોમાં હેલ્મેટનું કર્યુ વિતરણ

નવી દિલ્હીઃ સ્કુટર અને બાઈક સહિતના ટુ-વ્હીલર વાહનના ચાલકો માટે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમ છતા અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આવા વાહન ચાલકોની આંખો ખોલતો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે […]

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલો રોડ પર દોડી આવતા કારનો અકસ્માત, યુવાનું મોત

ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. રખડતા ઢોર શહેરના મુખ્ય માર્ગો પર અઢ્ઢો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો હતો. શહેર નજીક ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો […]

નવસારીમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં નવના મોત, 30 મુસાફરો ઘાયલ

અમદાવાદ: ગુજરાતના નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને એસયુવી વચ્ચેની અથડામણમાં નવ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે. રિપોર્ટ્સ અનુસાર, જે બસને અકસ્માત થયો તે સુરતથી વલસાડ જઈ રહી હતી. કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ તે બીજી લેન પર આવતી બસ સાથે […]

દેશમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 4.12 લાખ બનાવમાં 1.54 લાખના મૃત્યુ થયાં

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલ મુજબ, 2021ના કેલેન્ડર વર્ષમાં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 1,53,972 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 3,84,448 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ‘રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2021’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019ની સરખામણીમાં 2021માં અકસ્માતોને રોકવા માટેના સૂચકાંકોમાં ઘટાડો થયો […]

ભારતઃ એક વર્ષમાં માર્ગ અકસ્માતના 3.66 લાખ બનાવમાં 1.32 લાખ વ્યક્તિના મોત

નવી દિલ્‍હી : દેશમાં વાહનોની સંખ્‍યા વધવાની સાથે માર્ગ અકસ્‍માતની સંખ્યામાં વધારો થઈ રહ્યું છે. દરમિયાન વર્ષ 2020માં કુલ 3.66 લાખ જેટલા માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. જેમાં 1.32 લાખ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3.48 લાખ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોએ માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી […]

ઉત્તરપ્રદેશના બારાંબકીમાં ગમખ્વાર માર્ગ અકસ્માતઃ આઠના મોતની આશંકા

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકીના હૈદરગઢ વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ કિનારે પાર્ક કરેલી એક ડબલ ડેકર બસ બીજી સ્પીડિંગ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક ઘાયલોની હાલત ગંભીર […]

રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર

અમદાવાદઃ રાજકોટ-લીંબડી હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેકડાઉન બસ રોડની સાઈડમાં ઉભી હતી. દરમિયાન પૂરઝડપે આવેલી ટ્રકે ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-લીંબડી હાઈવે પરથી પસાર થતી લકઝરી બસમાં પંચર પડ્યું હતું. જેથી ચાલકે બસ સાઈડમાં ઉભી રાખી હતી. તેમજ વ્હલી […]

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગમખ્વાર અકસ્માતમાં 6ના મોતની આશંકા, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જીપકાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપકાર કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પોલીસ સૂત્રોએ ​​જણાવ્યું હતું કે મેહખેડ બ્લોકમાં ઉમરાનાલા પોલીસ ચોકી વિસ્તારના કોડમાળ ગામ નજીક, જાનૈયાઓની જીપકાર અને મોટરસાઇકલ વચ્ચેની ટક્કર બાદ જીપકાર રોડની બાજુના કૂવામાં પડી હતી. આ ઘટનામાં એક બાળક સહિત છ […]

બિહારઃ કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી, આઠના મોત

પટણાઃ બિહારના પૂર્ણિયામાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. પૂર્ણિયામાંથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયાનું જામવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટના ઉનગઢ ઓપી વિસ્તારમાં આવેલી કાંજીયા […]

અમદાવાદ-ખેડા હાઈવે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના […]