Site icon Revoi.in

ઓમિક્રોનને લઈને ઉડાન સેવાઓ પ્રાભાવીતઃ-વિશ્વભરની 11 હજાર 500 ફ્લાઈટ રદ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ મંડળાઈ રહ્યું છે જેની સીધે સીધી અસર ઉડાન સેવાઓ પર જોવા મળી રહી છે, ત્યારે વિશ્વભરની જો વાત કરવામાં આવે તો 11 હજાર 500 જેટલી ફ્લાઈટોને ઓમિક્રોનના કારણે રદ કરવામાં આવી છે.

મળતી માહિતચી પ્રમાણે ઓમિક્રોનના જોખમ વચ્ચે અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સરકારો કડક નિયંત્રણો લાદવાની ફરજ પાડી છે. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સના ઘણા રાજ્યોમાં, કોરોના કેસ રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ એવા સમયે કેન્સલ કરવામાં આવી છે જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ક્રિસમસના અવસર પર પ્રવાસ પર જાય છે. ફ્લાઇટ કેન્સલ થવાથી મુસાફરો નિરાશ થયા છે.

હાલમાં, મુસાફરીની દ્રષ્ટિએ તે વર્ષના સૌથી વ્યસ્ત સમય પૈકીનો એક છે. શુક્રવારથી લગભગ 11,500 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે હજારો ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. ઘણી એરલાઈન્સ કંપનીઓનું કહેવું છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં ઉછાળાને કારણે સ્ટાફની અછત પણ  સર્જાઈ છે.જેને લઈને પણ ઘણી ફ્લાઈટ સેવાઓ વિલંબીત કે સ્થગિત થઈ રહી છે.આ સાથે જ ઓનિક્રોનની મોટી અસર છે.

ફ્લાઈટ્સ પર દેખરેખ રાખતી ફ્લાઈટ અવેરના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં તેની અસર જોવા મળી છે. સોમવારે લગભગ 3 હજાર  ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે મંગળવારે 1100 વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.