Site icon Revoi.in

પુરના કારણે સર્જાયેલા વિનાશથી પાકિસ્તાનને સંટક સ્થિતિમાં મદદ – IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજની કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ- દેશના પાડોશી રાજ્ય પાકિસ્તાનમાં હાલ સંકટ વર્તાઈ રહ્યું છે,અહીં ભારે વરસાદના કારણે પુરવની સ્થિતિ સર્જાય છે જેમાં તબાહી મચવા પામી છે.અનેક લોકોના મોત થયા છે, લાખો લોકો બેઘર થયા છે તો મોંધવારીએ પણ માજા મૂકી છે,જીવન જરુરીયાતની વસ્તુઓના ભાવ 4 ગણા વસપુલવામાં આવની રહ્યા છે હાલ પણ પુરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે,આવી સ્થિતિમાં સંકટ સમયે પાકિસ્તાન માટે  IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજની કરી જાહેરાત કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસે ઇન્ટરનેશનલે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે જીવનદાન આપ્યું છે. IMFએ પાકિસ્તાનના બેલઆઉટ પેકેજની સાતમી અને આઠમી સમીક્ષાને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ પાકિસ્તાનને IMF પાસેથી $1.1 બિલિયનથી વધુ રકમ મળશે.

પાકિસ્તાનને 1.1 અબજ ડોલરથી વધુના બેલઆઉટ પેકેજનો 7મો અને 8મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું ઊંડું થઈ ગયું હતું કે દેશ ડિફોલ્ટ થવાના ભયનો સામનો કરી રહ્યો હતો. ત્યાં મોંઘવારીએ તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 

આ માટે આઈએમએફ એ બેલઆઉટ પેકેજ માટે શરતો મૂકી હતી. આ માટે આઈએમએફ એ પાકિસ્તાનમાં તેલની કિંમતો વધારવાનું કહ્યું હતું. શાહબાઝ શરીફ સત્તામાં આવ્યા બાદ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે તેના કારણે મોંઘવારીમાં ભારે વધારો થયો છે અને ચારેબાજુ ટીકાનો સામનો કરવો પડ્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા 2019 માં, IMF એ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રની ધબકતી અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે $6 બિલિયનનું બેલઆઉટ પેકેજ સંમત કર્યું હતું.આ સહાય પાકિસ્તાન માટે નિર્ણાયક તરીકે જોવામાં આવે છે, જે હાલમાં વરસાદ અને પૂરના વિનાશક સ્પેલને કારણે મોટા પ્રમાણમાં નાણાકીય અને માનવ નુકસાનનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.