Site icon Revoi.in

અમદાવાદના રિંગ રોડ પર ઘૂમા, ભાટ સહિત 10 સ્થળોએ ફ્લાઈ ઓવર બ્રિજ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર આવતા ચાર રસ્તાઓને લીધે ટ્રાફિકનું ભારણ રહેતુ હોય છે. અને વારંવાર ટ્રાફિક જામ થતો હોવાને લીધે રિંગ રોડ પર 10 જેટલા ફ્લાઈઓવર બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔડાના વર્ષ 2021-22ના સુધારેલા અંદાજપત્ર અને 2022-23 સૂચિત અંદાજપત્ર માટે મળેલી બોર્ડ બેઠકમાં ઔડા સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના 10 વર્ષના ડેવલપમેન્ટ પ્લાનની રચનાનો નિર્ણય કરાયો હતો. બજેટ બેઠકમાં ઔડા વિસ્તારમાં 2073 આવાસ મકાનો, 65 કિમી રોડ, નવું બિલ્ડિંગ, નવા બ્રિજ, પાણી માટે અંદાજે 550 કરોડથી વધુ રકમની ફાળવણી કરાઈ છે.

ઔડાના સૂત્રોએ જણાવ્યું હતું કે,  ઔડા મંડળની બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ  ઔડાના નવા વિસ્તારમાં ઔડાનું નવું ભવન બનાવાશે. નવી વોટર કનેક્શન પોલિસી પણ તૈયાર કરાશે. બોર્ડ બેઠકમાં રજૂ કરાયેલા બજેટમાં નાણાકીય વર્ષ 2022-23 માટે સૂચિત અંદાજોની કુલ 1356.29 કરોડની આવક અને રૂ. 1210.73 કરોડના ખર્ચનો અંદાજો રજૂ કરાયો હતો. બજેટમાં આવરી લેવાયેલા મુદ્દામાં હાલ ચાલી રહેલા 7 બ્રિજનાં કામ અને નવા 3 બ્રિજ ધોળકા બ્રાન્ચ કેનાલ વિસલપુર, ઘુમા રેલવે ઓવરબ્રિજ, ભાટ અપોલો સર્કલ મળી 10 બ્રિજ માટે 116.82 કરોડનો અંદાજ મુકાયો છે. ઉપરાંત રિંગ રોડ પર 10 બ્રિજ તથા પાણી પુરવઠા, સુએજ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રૂ.100.50 કરડોની પણ જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષમાં સાણંદ 1260 આવાસો, મહેમદાવાદ 338 આવસો અને અસલાલી 475 આવસો મળી કુલ 2073 આવસોના નિર્માણ માટે રૂ. 178.65 કરોડની જોગવાઈ કરાઈ છે. 87 ટીપીઓ માટે 65 કિમી લંબાઈના નવા તેમ જ રિસર્ફેસ રસ્તા કરવાની કામગીરી પાછળ રૂ.100 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. વોટર સપ્લાયની સુવિધા પૂરી પાડવા રૂપિયા 157.88 કરોડ અને જલ જીવ મિશન અંતર્ગત 45 ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રૂપિયા 104.92 કરોડની જોગવાઈ છે.