Site icon Revoi.in

ઘણી વખત લાંબો સમય સુધી ઊભા રહેવાથી પગમાં દુખાવો થાય તો અપનાવો આ ટિપ્સ

Social Share

સામાન્ય રીતે આપણે જ્યારે વધુ ઘરકામ કરતા હોઈએ છીએ કે અથવા તો વધારે ચાલવામાં આવે ત્યારે આપણા પગમાં ખૂબ જ દુખાવો થતો હોય છે આ સાથે જ ક્યારેક તો ઊભા રહેવાના કારણે પગમાં સોજાઓ પણ આવી જાય છે આવી સ્થિતિમાં તમારે ઘરે રહીને કુદરતી ઉપચાર કરવા જોઈએ આ ઉપચારથી તમારા દુખાવામાં ઘણી રાહત થી સજશે ,જો સોજો હશે તો તે પણ ઉતરી જશે.

દુખાવાને દૂર કરવા અપનાવો આ ઘરેલું ટિપ્સ

મીઠું – મીઠું તમારા દૂખાવાને દૂર કરી કે છે આ માટે ગરમ ​​પાણી કરો તેમાં મોટા પ્રમાણમાં મીઠું નાખો હવે આ મીઠાવાળું પાણી એક ટબમાં લઈલો. અને તેમાં પગ પલાળઈને 10 મિનિટ સુધી બેસી રહો આમ કરવાથી તમારા પગનો દુખાવો ઠીક થઈ જશે.

સફરજનનો સરકો –સફરજનના વિનેગરની મદદથી તમે પગના દુખાવાની સમસ્યાને દૂર કરી શકો છો. જો સતત ઉભા રહેવાથી કે બેસવાથી પગ દુખવા લાગે તો ગરમ પાણી ટબમાં લો. તેમાં સફરજનનો સરકો ઉમેરો અને તમારા પગને થોડીવાર માટે આ પાણીમાં બોળી રાખો. આ પાણીમાં પગને બોળી રાખવાથી પગના દુખાવાની સમસ્યા દૂર થશે.

રાયનું તેલ – રાયનું તેલ ગરમ તાસિર ધરાવે છે તે ગમે તેવા દુખાવામાં રાહત આપે છે જેથી જ્યારે પણ પગમાં ખૂબ દુખાવો થતો હોય ત્યારે રાયના તેલથી પગમાં મસાજ કરો આ મસાજ ઓછામાં ઓછા 10 મિનિટ સુધી કરવાથી દુખાવામાં રાહત થાય છે.

હરદળ મીઠાનો લેપ –જો પગમાં સોજા હોય તો તમે એક તપેલીમાં 5 6 ચમચી જેટલું ગરમપાણી કરો તેમાં 2 ચમચી હરદળ અને 2 ચમચી મીઠું ઉમેરીને લેપ બનાવો આ લેપ સોજા પર લગાવી દો આમ કરવાથી દુખાવામાં સોજામાં રાહત મળશે