Site icon Revoi.in

માઈગ્રેનથી રાહત મેળવવા માટે આ ટિપ્સને કરો ફોલો

Social Share

મોટાભાગે માથાના દુખાવાની સમસ્યાનો ઘણા લોકો સામનો કરે છે. કામકાજનું પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. તણાવ, પૂરતી ઊંઘ ના લેવી, વધારે અવાજ, ફોન પર વધારે સુધી વાત કરવી, વધારે વિચારવું, થાક, માથામાં લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો સામનો કરે છે. પરંતુ માઈગ્રેન થવું એ કોઈ સામાન્ય સમસ્યા નથી,અને જો એકવાર તે આપણને અસર કરવા લાગે છે,પછી તેની અસર લાંબા સમય સુધી રહે છે.

ઘણી વખત લોકો માથાનો દુખાવો અને માઈગ્રેનમાં કન્ફયુઝ થઇ જતા હોય છે.માથાનો દુખાવો થોડી મિનિટો અથવા થોડા દિવસો સુધી રહી શકે છે, પરંતુ માઇગ્રેનથી છુટકારો મેળવવા માટે કોઈ નિશ્ચિત સમય નથી.નિષ્ણાતોના મતે તેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. વાસ્તવમાં, જ્યારે માઇગ્રેન થાય છે, ત્યારે ઉલ્ટી, ચક્કર, માથાના અડધા ભાગમાં દુખાવો, આંખોની પાછળ દુખાવો અથવા કાનની નજીકના ભાગમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.માથાનો દુખાવો કરતાં માઈગ્રેન વધુ પીડાદાયક હોઈ શકે છે.માઈગ્રેનનો સામનો કરી રહેલા લોકોને ચીડિયાપણું આવે છે અને તેઓ અવાજથી પણ ચિડાઈ જાય છે. માઈગ્રેનનું ચોક્કસ કારણ શું છે, તે હજુ સુધી સમજાયું નથી.

જો માથાનો દુખાવો થોડા કલાકોમાં ઓછો થતો નથી,તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. જોકે, ડૉક્ટરની સલાહ લેવા સિવાય, કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવાથી પણ ઘણી હદ સુધી છુટકારો મેળવી શકાય છે. જાણો આ અસરકારક ઘરેલું ઉપાયો વિશે…

માથાનો દુખાવો અથવા માઈગ્રેન તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે તેનાથી છુટકારો મેળવવા માટે ખસખસની મદદ લઈ શકો છો.તેનાથી બનેલી ખીરથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે.એવું કહેવાય છે કે, તેની અસર ઠંડી હોય છે અને તેથી ઉનાળામાં તેનું સેવન કરવાથી પેટ સ્વસ્થ રહે છે.જો તમને એસિડિટીની સમસ્યા છે, તો બની શકે કે આના કારણે માઈગ્રેન પણ થઈ રહ્યું હોય.એવામાં પેટને સ્વસ્થ રાખવા માટે ખસખસ ખાઓ.

લવિંગમાં ઘણા એવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરના દુખાવાને ઓછો કરવાની ક્ષમતા ધરાવે છે.શરદી-ખાંસી જેવી સમસ્યાઓને દેશી રીતે દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો તમને માઈગ્રેનની સમસ્યા હોય તો લવિંગની ચા પીવાથી આરામ મળે છે.નિષ્ણાતો પણ માને છે કે ચા પીવાથી માથાનો દુખાવો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.ત્યારે દિવસમાં એકવાર લવિંગની ચા પીવો.