Site icon Revoi.in

ઉનાળામાં હેલ્ધી રહેવા અને બીમારીઓથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

Social Share

ઉનાળાની ઋતુ શરૂ થઇ ચુકી છે. આ ઋતુમાં તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળામાં કઠોર તડકો અને વધતા તાપમાનમાં આપણે સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવું જરૂરી છે.આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે આપણને ગરમીથી રાહત અપાવવાનું કામ કરે છે.ઉનાળાની ઋતુમાં આપણને હીટસ્ટ્રોક, ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવું અને ડીહાઈડ્રેશન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં,તમારે શરીરને હાઇડ્રેટ રાખવું અને સ્વસ્થ આદતો અપનાવવી જરૂરી છે.

નિયમિતપણે હેલ્ધી અને હળવું ભોજન લો.વધુ કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી સાથે ભારે ભોજન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.તમારા આહારમાં પાણીથી ભરપૂર તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આમાં નારંગી, તરબૂચ અને ટામેટાં જેવા ખોરાકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દરરોજ ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવો.આઈસ્ડ ટી, હર્બલ ટી, સાદા પાણી, નારિયેળ પાણી, લીંબુ અને કાકડીના ટુકડા સાથે પાણી વગેરે જેવા પીણાંનું સેવન કરો.

આમ જોઈએ તો ઉનાળાના દિવસો લાંબા અને કંટાળાજનક હોય છે. થાક ટાળવા માટે તમારે પૂરતા આરામની જરૂર છે.નિષ્ણાતોના મતે રાત્રે લગભગ 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ.તમારે રાત્રિભોજનમાં હળવો ખોરાક પણ લેવો જોઈએ જેથી પાચનમાં મદદ મળે અને ઊંઘમાં કોઈ સમસ્યા ન થાય.

શિયાળાની સરખામણીએ ઉનાળામાં સવારે ઉઠવું ઓછું મુશ્કેલ હોય છે. એવામાં, સવારે વહેલા ઉઠો અને યોગ અને કસરત કરો.તે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.