Site icon Revoi.in

કેન્દ્રના આદેશ બાદ ટ્વિટરે વિવાદીત હૈશટેગ અને 500 જેટલા ટ્વિટર એકાઉન્ટસ કર્યા બંધ

Social Share

દિલ્હીઃ-ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવા તેમજ વિવાદીત માહિતી ફેલાવવા માટે કેન્દ્ર એ ટ્વિટરને કેટલાક એકાઉન્ટસ બંધ કરવાના આદેશ જારી કર્યા હતા. જો કે ટેવિટરે આદેશ બાદ ા એકાઉન્ટ બંધ ન કરતા વિવાદ સર્જાયો હતો, કેન્દ્ર અને ચ્વિટર ઈન્ડિયા વચ્ચે આ બાબતને લઈને ઘણા સમયથી વિવાદ વકર્યા હતો.

ઉલ્લેખનીય છે કે વિવાદીત એકાઉન્ટ અને હૈશટેગને લઈને કેન્દ્ર સરકારે ટ્વિટરને કેટલાક સવાલો કર્યા હતા અને તે અંગેના જવાબ માંગ્યા હતા ત્યારે હવે આ મામલે કેન્દ્રને ટ્વિટરે જવાબ આપ્યા છે.

આ સમગ્ર મામલે હવે ટ્વિટર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા તરફથી આપત્તિજનક હૈશટેગને દૂર કરવામાં આવ્યા છે અને વિવાદ સંબંધિત તમામ સામ્હીરને પણ હટાવવામાં આવી છે, આ સાથે જ કેન્દ્રને જણાવ્યું કે, અમને જે એકાઉન્ટને બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું તેને પણ બંધ કરવામાં આવ્યા છે.

આ વિવાદીત મામલે ટ્વિટરે જણાવ્યું છે કે, ભારત સરકારે કેટલાક અકાઉન્ટ બંધ કરવા  માટે અમને જણાવ્યું હતું, જો કે અમારા દ્રારા હવે વિવાદીત એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે, જો કે  તપાસમાં જાણવા મળ્યું છે કે જે એકાઉન્ટમાં દરેક બાત ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી કરતી તેવા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવ્યા છે.

સાહિન-