Site icon Revoi.in

ટાર્ગેટ કિલીંગની ઘટનાને પગલે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓમાં ભય, આતંકવાદીઓની સુરક્ષામાં કર્યો વધારો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો ઠાર મારી રહ્યાં છે. આ પૈકી મોટાભાગના આતંકવાદી ભારતના વોન્ડેટ હતા. કેટલાક લોકો ટાર્ગેટ કિલીંગની આ ઘટનાઓને ભારતની ડેથ સ્ક્વોડકહે છે. આ ખતરાને જોઈને પાકિસ્તાને પોતાની ધરતી પર રહેતા આતંકવાદીઓની સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તૈયાર કરાયેલા ગુપ્ત દસ્તાવેજ સામે આવ્યો હતો. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાનમાં રહેતા ઘણા શીખ અને કાશ્મીરી કાર્યકરોને મારવા માટે લોકોને રાખ્યા છે. પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે, ભારત અફઘાન ગુપ્તચર સાથે મળીને કામ કરી રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, હવે ભારત UAEનો ઉપયોગ પોતાની ગુપ્તચર કામગીરીના આધાર તરીકે કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ આ અહેવાલ અને ડેથ સ્ક્વોડને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં ઘણા લોકોને અજાણ્યા બંદૂકધારીઓએ મારી નાખ્યા જેઓ ભારતના વોન્ટેડ લિસ્ટમાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં આઈએસઆઈની સંડોવણી હોવાનું પાકિસ્તાનના લોકો માની રહ્યાં છે. પરંતુ હવે આ આતંકવાદીઓ કોઈ કામના નહીં હોવાથી આઈએસઆઈ તેમને ઠેકાણે પાડી રહી છે. પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ માને છે કે ભારત હત્યા અને અન્ય હુમલાઓ કરવા માટે સ્થાનિક ગુનાહિત નેટવર્ક સાથે કામ કરી રહ્યું છે. મે મહિનામાં પાકિસ્તાનની IBએ ચેતવણી આપી હતી કે, ભારતીય ગુપ્તચર એજન્ટો UAE અને અફઘાનિસ્તાનમાં સક્રિય થયા છે. દસ્તાવેજને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘RAW એજન્ટો પાકિસ્તાનમાં વોન્ટેડ લોકોને નિશાન બનાવવા માટે અફઘાનિસ્તાનમાં આતંકવાદી તાલીમ શિબિરમાંથી કામ કરી રહ્યા છે.દસ્તાવેજમાં પાકિસ્તાની અધિકારીઓને સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે.