Site icon Revoi.in

‘અનુપમા’ની સફળતા બાદ હવે OTT જોવા મળશે અનુપમાની પ્રિક્વલ-આ તારીખથી થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ-  સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલ અનુપમા દેશભરના ઘરેઘરમાં જાણીતી બની છે,જેમાં ખાસ કરીને અનુપમાનો રોલ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે આવી સ્થિતિમાં તેની સફળતા બાદ હવે મેકર્સ અનુપમાની પ્રિક્વલ લઈને ઓટીટી પ્લેટ ફોર્મ ડિઝની હોટસ્ટાર પર આવી રહ્યા છે.

અનુપમા શો હંમેશા TRP રેન્કિંગમાં ટોપ પર રહે છે‘ સીરિયલની પ્રિક્વલ OTT  પર 24 એપ્રિલના રોજથી રિલીઝ થી રહી છે ,જો કે મહત્વની વાત એ છે કે આ પ્રિક્વલમાં અત્યારના  ઘણા સ્ટાર્સ OTT પર આવનાર શોમાં જોવા નહિ મળે.જેમાં ખાસ કરીને ગૌરવ ખન્ના, મદાલસા શર્મા, આશિષ મલ્હોત્રા, પારસ કલનાવત, નિધિ શાહ સહિત કેટલાક અન્ય સ્ટાર્સ OTT પર આવતા  આ શોમાં જોવા મળશે નહીં. જોકે, મેકર્સે શોની પ્રીક્વલમાં દર્શકોની સામે ડબલ ડોઝ આપવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

શોમાં અનુપમાનું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલીના જીવનમાં અનુજ એટલે કે ગૌરવ ખન્નાએ એન્ટ્રી કરી છે, પરંતુ ગૌરવ OTT શોમાં જોવા મળશે નહીં. સીરિયલમાં કાવ્યા ની ભૂમિકા ભજવતી મદાલસા શર્મા પણ OTT પ્રિક્વલમાં જોવા મળશે નહીં.આ શોમાં અનુપમાનના લગ્ન કેવી રીતે થયા અને તેઓએ તેમના જીવનની શરૂઆત કેવી રીતે કરી તે કહાનિ દર્શાવામાં આવશે

રૂપાલી ગાંગુલી ટીવી સીરિયલ અનુપમામાં લીડ રોલ કરી રહી છે. રૂપાલીએ લગ્ન પછી કામમાંથી બ્રેક લીધો અને પછી અનુપમા સાથે બીજી ઇનિંગ શરૂઆત કરી. તેણે આ સિરીયલથી ઘણી નામના મેળવી છે.આ સિરીયલ તેના કેરિયર માટે નનો વળાંક સાબિત થઈ છે.આ સાથે જ તગડી કમાણ ીપમ કરી રહી છે કારણ કે  રૂપાલી પ્રતિ એપિસોડ  3 લાખ રૂપિયા લે છે.