Site icon Revoi.in

ચૂલા ભોજન બનાવવાથી વાસણ થાય છે કાળાકટ ? તો જોઈલો તમારા વાસણને સાફ રાખવાની ટ્રિક

Social Share

સાહિન મુલતાનીઃ-

પહેલાના વખતમાં રસોઈ ચૂલા પર જ કરવામાં આવતી હતી જેમ જેમ સમય પરિવર્તન પામ્યો તેમ તેમ સુવિધાઓ વધતી ગઈ પહેલા ચૂલો, પછી કોલસાની સગડી,પછી કેરોસીન વાળો સ્ટવ,અને પછી છેલ્લે ગેસ અને ઈલેક્ટ્રીક સગડી, જેને લઈને ચૂલાનું ચલણ હવે જોવા મળતું નથી, જો કે હાલ પણ ગામડાઓમાં તો રસોઈ ચૂલા પર જ બનાવવામાં આવે છે, જ્યારે શહેરીના મોટા મોટા ઘરોમાં ચૂલો ફેશન તરીકે ઉપયોગમાં લેવાય છે.

જ્યારે પણ શિયાળો આવે અને રિંગણનો ઓળો બનાવવો હોય  નકાઈના ભૂટ્ટા શેકવા હોય કે ખિંચીયાના પાપડ શકેવા હોય તેના માટે ખાસ લોકો લૂચો વાપરે છે, જો કે આજે પમ કેટલાક ઘરોમાં વધુ મહેમાન આવી જાય ત્યારે ચૂલા પર રસોઈ બનાવવામાં આવે છે.જેમાં ખાસ કરીને ચા, ખિચડી કે શાક ચૂલા પર બનાવવાનું ચલમ આજે પણ કેટલાક ઘરોમાં જોવા મળે છે, ત્યારે આજે આપણા રસોઈના વાસણ ચૂલા પર કાળશા પમ ન થાય અને ચૂલાના સ્વાદની લિજ્જત પણ માણી શકાય તેની એક ખાસ ટિપ્સ જોઈશું.

જ્યારે પણ તમારે ચૂલા પર રસોઈ બનાવવી હોય ત્યારે જે પણ વાસણમાં રસોઈ કરવાના હોય તે વાસણને પહેલા માટીના લેપથી કવર કરી લેવું,તો ચાલો જોઈએ કઈ રીતે કવર કરી શકાય.

સૌ પ્રથમ કાંકરી વગરની સારી માટી કે જે ખેતરમાં હોય તેને લેવી, તેમાં જરુર પ્રમાણે પાણી ઉમેરીને કંટી(લેપ) તેયાર કરવો, હવે  આખા વાસણ પર ચારે તરફ ખાવાનું તેલ  હાથ વજે લગાવવું, ત્યાર બાદ તૈયાર કરેલામાટીના લેપને વાસણ પર હાથ વડે લીપી લેવો( ચોંટાડી દેવો) ત્યાર બાદ વાસણને ઊંઘુ રાખીને 10 થી 15 મિનિટ સુધી સુકાવા દેવું.

હવે જ્યારે ચૂલા પર આ વાસણ રાખશો ત્યારે ચૂલાની કાળાશ માટી પર જ લાગશે, જ્યારે રસોઈ બની જશે ત્યાર બાદ તમે વાસણ માંજશો તો તમારે વધુ મહેનત નહી કરવી પડે, કારણ કે માટીનું કોટીન ચુલાની કાળાશને આવરી લે છે અને વાસણને કાળા થતા બચાવે છે.અને તેલ લગાવ્યું હોવાથી રસોઈ બાદ વાસણ પરથી સરળતાથી કાળી થયેલી માટી પણ નીકળી જશે.તો હવે જ્યારે પણ ચૂલા પર રસોઈ બનાવો તો આ ટિપ્સ ફોલો કરજો.

Exit mobile version