Site icon Revoi.in

લેહમાં 11 હજાર ફૂટ ઊંચાઈ પર તૈયાર થયું ફૂટબોલ સ્ટેડિયમ – જાણો ખાસિયતો

Social Share

દિલ્હીઃ- ભારત દરેક ક્ષેત્રે ખૂબ પ્રતગિ કરી રહ્યું છે, ખૂબ જ છેવાટાના રાજ્યોમાં પણ ભારતે રમગ ગમત ક્ષેત્રે પણ ઘણો સાહસ કર્યો છે  ત્યારે દેશના પ્રદેશ લેહ વિસ્તારમાં ખૂબંજ ઊંચાઈ પર બનાવવામાં આવેલું ફૂટબોલ સ્ટેડિયમ હવે બનીને તૈયાર થઈ ચૂક્યું છે.

ખૂબજ સુંદર સૌંદર્યથી ઘેરાયેલ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આવેલું છે. પરંતુ હવે આ યાદીમાં એક ફૂટબોલ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ લેહમાં બનાવ્યું છે.

આ સ્ટેડિયમની શાકિયત એ છે કે તે પહાડોની વચ્ચે બનેલું આ સુંદર સ્ટેડિયમ છે જે લેહના સ્પીટુકમાં છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે લેહના સ્પિતુકમાં બનેલા આ સુંદર ફૂટબોલ સ્ટેડિયમનો ઊંચાઈથી કેદ કરેલ દૃશ્ય શેર કર્યું. ફૂટબોલ સ્ટેડિયમ દરિયાની સપાટીથી 11000 ફૂટ ઉપર બાંધવામાં આવ્યું છે અને તે ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક ભાગ છે.

રમત ગમત મંત્રીએ સ્ટેડિયમનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. ઠાકુરે પોતાના ટ્વિટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે ભારતમાં રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થઈ રહ્યું છે અને વધુ ઊંચાઈએ પહોંચી રહ્યું છે

. સ્ટેડિયમના આકર્ષક દૃશ્યે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સરકારે ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લોકો માટે વિવિધ રમત સુવિધાઓ વિકસાવવા માટે આ પહેલ કરી છે,અતંરીયાળ રાદ્યોમાં પણ આવું સાહસ હાથ ધરવામાં આવ્યું છે.