Site icon Revoi.in

દેશમાં 6.40 લાખ ગામમાં ભારત નેટ વિસ્તરણ માટે કેન્દ્રની રૂ. 1.39 લાખ કરોડની ફાળવણી

Social Share

નવી દિલ્હીઃ દેશભરના છ લાખ 40 હજાર ગામડાઓમાં ભારત નેટ વિસ્તારવા માટે સરકારે એક લાખ 39 હજાર 579 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંચાર મંત્રાલયે કહ્યું કે ભારત નેટના વિસ્તરણ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં હાંસલ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આઠ મહિનામાં દેશભરના 60 હજાર ગ્રામ પંચાયત ગામોમાં પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિસ્તરણ પ્રોજેક્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયે હાઇલાઇટ કર્યું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ભારત નેટ 1.94 લાખ ગામડાઓ સુધી પહોંચી ગયું છે અને 5 લાખ 67 હજાર પરિવારો અત્યાર સુધીમાં સક્રિય ભારત નેટ કનેક્શન ધરાવે છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે વિસ્તરણ કાર્યક્રમ લગભગ બે લાખ 50 હજાર નોકરીઓ પણ પ્રદાન કરશે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બનેલ, ભારત નેટ એ વિશ્વના સૌથી મોટા ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોગ્રામ્સમાંનું એક છે, જે ભારત સંચાર નિગમ લિમિટેડ સહિત કેન્દ્રીય PSU દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

દેશના છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી થઈ રહી છે, 90 કરોડથી વધારો લોકો આધુનિક ફોનનો ઉપયોગ કરતા થયાં છે. એટલું જ નહીં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. હાલ કરોડો લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યાં છે. દેશના છેવાડા ગામડાઓમાં પણ ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રજાને ઝડપી તમામ યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે ઓનલાઈન સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.