Site icon Revoi.in

હાઈડ્રોજન મિશન માટે રૂ. 19700 કરોડની ફાળવણી

green energy
Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન જોબ માટે લોકોને તક આપવામાં આવશે. પ્રવાસનમાં દેશ-વિદેશીના પ્રવાસીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા પ્રવાસનના પ્રમોશનને નવા સ્તરે લઈ જવામાં આવ્યું હતું. હાઈડ્રોજન મિશન માટે સરકાર દ્વારા 19700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

વ્હીકલ રિપ્લેસમેન્ટ પોલિસી હેઠળ, ગ્રીન એન્વાયર્નમેન્ટ માટે પ્રદૂષિત વાહનોને રિપ્લેસમેન્ટ અથવા સ્ક્રેપિંગ જરૂરી છે.આ માટે રાજ્યોને મદદ કરવામાં આવશે, જેથી જૂના વાહનોને બદલી શકાય. તેના દ્વારા જૂની એમ્બ્યુલન્સને પણ બદલવામાં આવશે, જેથી પ્રદુષણ ઘટાડવામાં મદદ મળી શકે.

સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો સ્થાપવા પર ભાર મૂકશે અને વિદેશમાં નોકરીનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે 30 કૌશલ્ય ભારત કેન્દ્રો સ્થાપવામાં આવશે. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને સીધી મદદ કરવામાં આવશે. ફિનટેક સેવાઓમાં વધારો કરવામાં આવશે, ડિજી લોકરની ઉપયોગિતામાં ઘણો વધારો થશે અને તેમાં તમામ ડિજિટલ દસ્તાવેજો હશે.