Site icon Revoi.in

પ્રથમ વખત હિમાચલ પ્રદેશમાં અમેરિકી સફરજનના 5 લાખ રોપાનું વાવેતર કરાશે

Social Share

દિલ્હી  -વર્લ્ડ બેંકના 1હજાર 134 કરોડના નાણાકીય સહાયથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ વખત અમેરિકાથી આયાત કરવામાં આવેલા 5 લાખ સફરજનના રોપાનું વાવેતર કરવામાં આવશે. હાલ આ છોડને વાયરસ ન લાગી જાય જેના કારણે ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં એક વર્ષના ક્વોરેન્ટાઇન સમયગાળા પૂરા થયા પછી માર્ચમાં ખેડૂતોને તેની ફાળવણી કરવામાં આવશે, જેમાં એક સફરજનના પ્લાન્ટની કિંમત 750 રૂપિયા છે.

અમેરીકા આયાત કરવામાં આવેલા રોપાથી સફરજનનું ઉત્પાદન પણ વધશે અને તે જ સમયે આ છોડ રોગ પ્રતિરોધક પણ છે. સફરજનની આ જાત મધ્યમ ઊંચાઇવાળા વિસ્તારોમાં ઉગાડવામાં સક્ષમ છે. પ્રથમ જથ્થામાં પાંચ લાખ સફરજનના છોડ આવ્યા છે. ત્યાર બાદ, સફરજનની સુધારેલી જાતો તેમજ પીચ, નાશપતી, ચેરી સાથે મળીને કુલ 10 લાખથી વધુ છોડની આયાત કરવામાં આવશે, આ પહેલા સફરજનના છોડ ઇટાલીથી આયાત કરવામાં આવ્યાં હતાં જે મોટા પાયે બગડી ગયા હતા.

માર્કેટમાં આ સફરજનની માંગ ઘણી છે

આ છોડની આયાત કરવારી જરર પડી કારણ કે, યુ.એસ.થી આયાત થતી સફરજનની નવી જાતની માર્કેટ માંગ ઝડપથી વધી રહી છે. પોલિનેટરની નવી જાતોના સફરજન પણ ગુણવત્તા અને રંગમાં સારા છે. અન્ય સફરજનની જેમ આ સફરજન પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવે વેચાઇ રહ્યe છે. જૂના પોલિનેટર સફરજનની માંગ ખૂબ ઓછી છે અને કિંમતો પણ ઓછી છે.

અમેરિકી સફરજનની નવી જાતોનું ઉત્પાદન વધુ થાય છે

અમેરિકાથી આયત કરવામાં આવતા છોડથી સફરજનની પેદાશ વધુ થાય છે. હેક્ટર દીઠ ઉપજ વધુ રહેશે. યુ.એસ.માંથી સફરજનની નવી જાતોમાં પ્રતિ હેક્ટર ફળ 50 થી 70 મેટ્રિક ટન ઉત્પન્ન કરી શકાય છે. જૂની જાતોમાંથી સફરજનનું ઉત્પાદન પ્રતિ હેક્ટર મહત્તમ દસ મેટ્રિક ટન હતું. આ અમેરિકન સફરજનની નવી જાતો છે હવે આ છોડ હિમાચલ પ્રદેશમાં વાવેતર કરતા સફરજનનું માર્કેટ વધશે,

સાહિન-