Site icon Revoi.in

રાજધાનીમાં ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત મહિલા પાયલટ ઉડાન ભરીને રચશે ઈતિહાસ

Social Share

દિલ્હીઃ-સમગ્ર કોરોનામહામારીના કારણે દશભરના અનેક પર્વની ઉજવણી દરવર્ષ કરતા જુદી રીતે થી રહી છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે દેશભક્તિનો પર્વ ગણતંત્ર દિવસ પણ ઓછા મહેમાનો સાથે ઉજવાશે આ સાથે જ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરાશે,

જો કે આ વર્ષે ઓછા મહેમાનો હશે પરંતુ એક નવો ઈતિહાસ પણ રચાશે,ઈન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા ફાઈટર પાયલોટ ફ્લાઈટ લેફ્ટેનન્ટ ભાવના કાંત ગણતંત્ર દિવસ પરેડમાં ઈન્ડિયન એરફોર્સથી ઝાંખીનો હિસ્સો બનશે જે દરેકનું આકર્ષણ પણ બનશે.

આ પ્રથમ વખત  હશે કે જ્યારે રાજપથ ઉપર ફાઈટર જેટ રાફેલ પણ ઉડાન ભરતાં જોવા મળનાર છે.ગણતંત્ર દિવસની આ પરેડમાં  42 એરક્રાફટ ફ્લાઈ પાસ્ટ કરશે જેમાં બે રાફેલનો  પણ સામાવેશ કરાયો છે. વર્ષ 2018માં એરફોર્સના પ્રથમ મહિલા ફાઈટર પાયલોટના રૂપમાં તૈનાત કારેયલા ભાવના કાંતે 2019માં જ પોતાની ટ્રેનિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો હતો અને યુદ્ધ માટે સજ્જ થયા હતા.

ભાવના કાંત મુળ બિહારના દરભંગા જિલ્લાના રહેવાની છે. તેમના પિતા બેગુસરાય જિલ્લામાં એન્જિનિયર થયા બાદ મથુરા આવી ગયા હતા. ભાવના કાંતનો મથુરામાં જ ઉછેર થયો છે અને તેમના ત્યાથઈ આ પ્રથમ મહિલા દેશના કાર્યમાં જોતરાય છે.

વિતેલા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા પાયલોટસમાં સમાવેશ પામનાર ભાવના કાંતને નારી શક્તિનો પુરસ્કાર પણ એનાયત કર્યો હતો.

સાહિન-