Site icon Revoi.in

દેશમાં પ્રથમ વખત કોરોનાની ત્રણ વેક્સિનના મિશ્રિત ડોઝ પર થશે અભ્યાસ-ભારત બાયોટેકે માંગી પરવાનગી

Social Share

 

દિલ્હીઃ-દેશમાં કોરોનાની જંગમાં વેક્સિનએ મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાપાસેથી મળેલી માહિતી મુજબ , કંપની એ કોવેક્સિન,કોવિશિલ્ડ અને નાક દ્રારા લેવાતી નેઝલ વેક્સિનનું એકસાથે ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ જુદા જુદા જૂથો પરના આ અભ્યાસમાં, એક જ વ્યક્તિને પહેલા કોવેક્સિન અને પછી કોવિશિલ્ડનો એક જ ડોઝ આપવામાં આવશે. કોવેક્સિન અનુનાસિક તકનીક દ્વારા આપવામાં આવશે જેમાં સોયની જરૂર નથી. તાજેતરમાં, ભારત બાયોટેક કંપનીએ ICMR સાથે મળીને નાકની રસી તૈયાર કરી છે.

આ સાથે જ મળતી માહિતી મુજબની એક્સપર્ટ વર્કિંગ કમિટી આગામી દિવસોમાં આ અભ્યાસને મંજૂરી આપશે.એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીએ તેની એપ્લિકેશનમાં 800 થી વધુ લોકોના પરીક્ષણ વિશે માહિતી શેર કરી છે. આ અભ્યાસ, જે ત્રણ જુદા જુદા જૂથોમાં કરવામાં આવી રહ્યો છે, તે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સહિત દેશની નવ હોસ્પિટલોમાં થઈ શકે છે. ત્રણમાંથી એક જૂથને નાકની રસી આપવામાં આવશે.

બીજા જૂથમાં જેમણે ભૂતકાળમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓને વધારાનો બૂસ્ટર ડોઝ મળશે, અને ત્રીજા જૂથમાં જેમણે કોવિશિલ્ડ ના બંને ડોઝ લીધા છે તેઓને કોવેક્સિનઅપાશે. આ ત્રણ જૂથોના પરિણામોનો અભ્યાસ કર્યા પછી, અંતિમ પરીક્ષણ અન્ય બે જૂથો પર થશે, ત્યાર બાદ મિશ્ર માત્રાની અસર વિશે માહિતી ઉપલબ્ધ થશે.ઉલ્લખેનીય છે કે કોરોના રસીના મિશ્રિત ડોઝને લઈને વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જો આ મંજૂરી મળે છે તો ભારત બાયોટેક દ્રારા આ અભ્સાય હાથ ઘરવામાં આવશે.