Site icon Revoi.in

પ્રથમ વખત આ 5 મહિલાઓને સેનામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી,હવે તોપ અને રોકેટ ચલાવશે

Social Share

દિલ્હીઃ- દેશની સત્તામાં પ્પરધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાથી આવ્યા છે ત્યારથી વિકાસના કાર્યોને સતત વેગ મળી રહ્યો છએ અને સફળ બની રહ્યા છે ખાસ કરીને મહિલાઓ માટે અનેક ક્ષેત્રમાં પીએમ મોદીએ જગ્યાઓ ફાળવી છે,હવે નેવી હોય કે આર્મી હોય આવી તમામ દેશની સેવાવા ક્ષએત્રમાં મહિલાઓ પુરુપષ સમોવડી બની છે,દરેક મોર્ચે હવે મહિલાઓ પણ જવાબદારી સંભઆળતી જોવા મળી રહી છે ત્યારે હવે દેશની 5 મહિલાઓને સેનામાં મહત્વની જવાદબારી સોંપાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  સેનાએ આર્ટિલરી રેજિમેન્ટમાં મહિલા અધિકારીઓની પ્રથમ બેચને મંજૂરી આપીને મહિલાઓનું સ્થઆન ઊમંચુ કર્યું છે. શનિવારે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીખાતે લાંબા અને કઠિન તાલીમ સત્રને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પાંચ મહિલા અધિકારીઓને રેજિમેન્ટ ઑફ આર્ટિલરીમાં સામેલ કરવામાં  આવી છે

જાણકારી અનુસાર આર્ટિલરી રેજિમેન્ટ દ્વારા કમિશન કરાયેલ આ પાંચ મહિલા અધિકારીઓને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ તકો આપવામાં આવશે. આ રેજિમેન્ટમાં 19 પુરુષ અધિકારીઓનો પણ સમાવેશ થયો છે.

આ યુવા મહિલા અધિકારીઓને તમામ પ્રકારના આર્ટિલરી યુનિટમાં તૈનાત કરવામાં આવ્યા છે, જે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેશે. આ સહીત આ મહિલાઓને રોકેટ, મીડિયમ, ફિલ્ડ અને સર્વેલન્સ એન્ડ ટાર્ગેટ એક્વિઝિશન અને કપરા સમયમાં સાધનોને હેન્ડલ કરવા માટે પૂરતી તાલીમ અને એક્સપોઝર અપાશે. પાંચ મહિલા અધિકારીઓમાંથી ત્રણને ઉત્તરીય સરહદો પર તૈનાત કરવામાં આવી છે.

લેફ્ટનન્ટ મહેક સૈનીને SATA રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ સાક્ષી દુબે અને લેફ્ટનન્ટ અદિતિ યાદવને ફિલ્ડ રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ પવિત્ર મૌદગીલને મિડિયમ રેજિમેન્ટમાં અને લેફ્ટનન્ટ આકાંક્ષાને રોકેટ રેજિમેન્ટમાં કમિશન્ડ કરવામાં આવ્યા છે.આર્ટિલરી રેજિમેન્ટમાં મહિલા અધિકારીઓનું કમિશનિંગ ભારતીય સેનામાં ચાલી રહેલા પરિવર્તનનો એક મોટો ભાગ કહી શકાય.