Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું સતત ચોથા દિવસે શાનદાર પ્રદર્શન- ફિલ્મે બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ

Social Share

 

મુંબઈઃ- તાજેતરમાં વિવેક અહ્નિહોત્રીની અનુપમ ખૈર અને મિથુન ચક્રવર્તી સ્ટાર ફિલ્મ ઘ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ છે, આ ફિલ્મની રિલીઝને આજે 4 થો દિવસ છે છંત્તા પણ બોક્સ ઓફીસ પર ફિલ્મ ધમાલ મચાવી રહી છે, ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતો જોવા મળ્યો છે.

આ ફિલ્મની ઓપનિંગ પણ બમ્પર રીતે થઈ હતી, કાશ્નીરી પંડિતોનું દર્દ બયાન કરતી આ ફિલ્મના પીએમ મોદીએ પણ વખાણ કર્યા છે આ સાથે જ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી.

આ ફિલ્મની મહત્વની વાત એ છે કે આ ફિલ્મનું પ્રમોશન નાના પાયે કરવામાં આવ્યું હતું તે હવે થિયેટરમાં ઐતિહાસિક બ્લોકબસ્ટર સાબિત થઈ છે. શરૂઆતના બે દિવસોમાં, ફિલ્મ મુખ્યત્વે મેટ્રોપોલિટન શહેરોના લોકોને આકર્ષિત કરતી હતી, પરંતુ હવે ફિલ્મ જોવા માટે દેશભરના લોકોને થિયેટરોમાં પહોંચી રહ્યા છએ અને બોક્સ ઓફીસ પર ફઇલ્મ શાનદાર કમાણી કરી રહી છે.

ફઇલ્મના પ્રથમ ડેના કલેક્શનની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ફિલ્મની કમાણી  વધતી ગઈ છે. ફિલ્મે વીકેન્ડ પર કુલ 22.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.જો કે ગઈકાલે ફઇલ્મના તોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે  જોરદાર ઉછાળો આવ્યો. આ સાથે જ મંગળવારે એટલે કે આજે 20 કરોડના આંકને સ્પર્શીને વધુ સારું પ્રદર્શન કરવાની આશાઓ સેવાઈ રહી છે.