Site icon Revoi.in

દેશના આ 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ

Social Share

દિલ્હીઃ- છેલ્લાઘણા સમયથી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે ભારતીય હવામાન વિભાગે જે રાજ્યોમાં એલર્ટ જારી કર્પ્રયું છે તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ સહિતના  રાજ્યોનો સમાવેશ થાય છે.

આજરોજ એટલે કે 25 જુલાઈએ આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિતના પર્વતો પર વરસાદની ગતિવિધિઓ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે .

હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશના આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શનિવારે રાજધાની ભોપાલ સહિત રાજ્યના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યના બેતુલ જિલ્લામાં શુક્રવાર રાતથી પડેલા ભારે વરસાદનો સિલસિલો શનિવારે પણ તૂટક તૂટક ચાલુ રહ્યો હતો.ત્યારે આજે પણ ભારે વરસાદની સંભાવનાો સેવાઈ રહી છે.

ભારે વરસાદના કારણે અનેક જળાશળોની જળસપાટી વધી છે આ સાથએ જ નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયા છે.વરસાદના કારણે શાહપુર અને ભૌરામાં નદીના વહેણને કારણે ભોપાલ-નાગપુર હાઈવે બપોરથી બંધ છે. સાતપુરા ડેમના તમામ 14 દરવાજા ખોલીને તવા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ જિલ્લામાં વરસાદને કારણે નાગપુર-ભોપાલ હાઈવેના શાહપુર અને ભૌરા ખાતે નદીના પુલ પર પાણી વહેવાને કારણે બપોરે 3 વાગ્યાથી વાહનવ્યવહાર ઠપ થયેલો જોવા મળે છે.

તેલંગણાની વાત કરવામાં આવે તો તેલંગાણાના મેડક અને સિદ્ધિપેટ જિલ્લામાં રવિવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. ત્યારે આજે પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.રાજ્યમાં આ વખતે ચોમાસાનો સારો વરસાદ પડી રહ્યો છે અને જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 32.7 ટકા વધુ વરસાદ નોંધાયો છે