Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્કે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી

Social Share

દિલ્હીઃ-દિલ્હીઃ- ભારતમાં વિદેશી નેતાઓની સતત અવર જવર રહેતી હોય છે.પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બનતા આપણે જોઈ રહ્યા છીએ આ શ્રેણીમાં હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે છે ત્યારે તેમના સમકક્ષ વિદેશમંત્રી એસ જયશંકરે તેમના સાથે વાતચીત કરી છે.

વિદેશ મંત્રી એસ જયશંકર એ પોતાના સમકક્ષ દક્ષિણ કોરિયા વિદેશમંત્રી પાર્ક જીને વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે વિશેષ વ્યૂહરચના ભાગીદારો આગળ જવા માટે વ્યાપક ચર્ચા કરી છે.

બંને વિદેશ મંત્રીઓએ ક્રોનિક સંઘર્ષ અને હિંદ-પ્રશાંત સ્થિતિ પર પણ વિચાર-વિમર્શ. વિદેશ મંત્રી એસ જયશંકર ને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રીએ બંને દેશો વચ્ચેવેપાર અને રોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, અવકાશ, સેમિકન્ડક્ટર્સ, ઉભરતી તકનીકો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રોમાં સહકાર અંગે પણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છએ કે  પાર્ક ભારતની બે દિવસની મુલાકાતે છે.

બન્ને નેતાઓની આ મુલાકાતને લઈને એસ જયશંકરે મીટિંગમાં જણાવ્યું હતું કે, “અમારી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની તક મળતાં હું ખૂબ જ ખુશ છું. અમારા રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પણ છે અને તમે ખૂબ જ સારા સમયે આવ્યા છો કારણ કે અમારો વેપાર ઘણો સારો છે, અમારા રાજકીય સંબંધો ખૂબ જ સહકારી  રહ્યા છે.

આ સહીસ પાર્કે જીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની “વધતી જતી મહત્વપૂર્ણ ભૂમિકા” વિશે પણ વાત કરી અને કહ્યું કે G20 ની અધ્યક્ષતામાં ભારત ભવિષ્યમાં વિશ્વ પર વધુ છાપ છોડવા જઈ રહ્યું છે.આ બાબતે દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું, “ભારતે તાજેતરમાં જ ઓસ્કાર જીતીને દુનિયાને તેની સાંસ્કૃતિક પરાક્રમ પણ બતાવી છે અને મારે કહેવું જ જોઇએ કે ‘નાટૂ, નાટૂ’ના ગીત અને નૃત્યે વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું હતું.”પાર્ક જિનની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને કોરિયા તેમના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.દક્ષિણ કોરિયાના ટોચના રાજદ્વારીઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા