Site icon Revoi.in

કેનેડાએ ભારત પર લગાવેલા આરોપને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો કેનેડાને જવાબ,જાણો શું કહ્યું

Social Share

દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળે છે કેનેડાએ ખાલિસલ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ ભારતક પર લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંઘો ખાટા થયા છે જો કે ભારતે આ વાતનો સાફ ઈન્કાર કર્યો છે નિજ્જરની હત્યા મામલે ભારતે પોતાની સફાી આપતા આ વાતને નકારી હતી ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે પણ કેનેડાના પીએમ ની બોલતી બંધ કરી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે એક મોટી વાત કહી છે. ભારતના વિદેશ પ્રધાન કેનેડા ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ચોક્કસ માહિતી આપશે તો પગલાં લેવાની ખાતરી આપી હતી. તેણે કહ્યું, “અમે તેના પર વિચાર કરવા તૈયાર છીએ.”

 ન્યૂયોર્કમાં ‘કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ’માં ચર્ચામાં બોલતા જયશંકરે કહ્યું, “અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. બીજું, અમે એમ પણ કહ્યું કે જો તમારી પાસે કંઈક વિશિષ્ટ હોય અને જો તમારી પાસે કંઈક સંબંધિત હોય, તો અમને જણાવો.

વઘુમાં મંત્રી એસ જયશંકરે એમ પણ કહ્યું કે જો તમે પુરાવા આપો તો અમે તેને જોવા માટે તૈયાર છીએ. અમુક પ્રકારના સંદર્ભ વિના ચિત્ર પૂર્ણ થતું નથી.” કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી અત્રે નોંધનીય બાબત એ છે કે ભારતે હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડાએ પુરાવા માંગ્યા બાદ હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

આ સહીત એસ જયશંકરે કહ્યું કે કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સંગઠિત અપરાધો થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી છે. “છેલ્લા કેટલાક વર્ષોમાં, કેનેડાએ  અલગતાવાદી દળો, સંગઠિત અપરાધ, હિંસા અને ઉગ્રવાદને લગતા ઘણા સંગઠિત ગુનાઓ જોયા છે,અમે ખરેખર સ્પષ્ટીકરણો અને માહિતી વિશે વાત કરી રહ્યા છીએ. આ સિવાય વિદેશ મંત્રીએ ભારતીય રાજદ્વારીઓને ધમકીઓ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે રાજકીય કારણોસર આ ખૂબ જ માન્ય છે.