Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે

રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત છતા પ્રશ્નોનો નિકાલ ન થતા હાલ તમામ વનરક્ષકો-વનપાલ સહિતના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. રાજ્યના મુખ્ય અગ્ર વનસંરક્ષકે તમામની રજા મંજુર નહીં ગણી કપાત રજા કરવાના હુકમથી વનકર્મીઓમાં રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળે વનરક્ષકોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વનપાલના વર્ગ-3ને 2800 ગ્રેડ પે, રજા પગાર, વનરક્ષકની ભરતી અને બઢતી રેસ્યો 1:3 કરી આપવા રજૂઆત કરી હતી. જેને 2 વર્ષ બાદ પણ કાર્યાવાહી ન થતા 6-9-2022થી રાજ્યભરના વનરક્ષકો અને વનપાલ અચોક્કસ મુદતની રજા પર ઉતરી જતા જંગલો, વિડવિસ્તારો રક્ષિત પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાયુ છે. જિલ્લામાં ઘુડખર અભ્યારણ્યમાં પણ વનપાલ અને વનરક્ષકો રજા પર ઉતરી જતા શિકારીઓ માટે રેઢુ પડ બન્યું છે. હાલ વન વિભાગ દ્વારા પોલીસ વિભાગને મદદ માટે લેટર કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝાલાવાડ પંથકમાં ઘુડખરના શિકાર, જંગલોમાં ખનીજચોરી, ઝાડ કટીંગ, જેવા બનાવો બનશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા વનકર્મીઓનાં પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવાની જગ્યાએ જંગલો સાચવવા પોલીસ તંત્રનો સ્ટાફ ફાળવવા લેટર ઈસ્યુ કરવામાં આવ્યો છે. કૂવામાં દીપડો પડી જશે કે, કેનાલમાં ઘુડખર પડી જશે તો પોલીસ કાઢવા જશે એમ વનકર્મીઓ પુછી રહ્યાં છે. રાજ્યનાં કેબીનેટ વનમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના છે, ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના રાજ્ય પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ પણ સુરેન્દ્રનગરનાં છે. ત્યારે બન્ને સાથે મળી વન કર્મચારીઓનાં પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.