ઢાંકા, 30 ડિસેમ્બર 2025: Former Bangladesh PM Khaleda Zia passes away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું નિશન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશના રાજકારણમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વચગાળાની સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મોહમદ યુનુસે જણાવ્યું હતું કે, ખાલિદા જિયાના પાર્થિવ દેહ કાલે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં 3 દિવસનો રાજકીય શોક અને એક દિવસની રજાની જાહેરાત કરી છે.
Deeply saddened to learn about the passing away of former Prime Minister and BNP Chairperson Begum Khaleda Zia in Dhaka.
Our sincerest condolences to her family and all the people of Bangladesh. May the Almighty grant her family the fortitude to bear this tragic loss.
As the… pic.twitter.com/BLg6K52vak
— Narendra Modi (@narendramodi) December 30, 2025
ખાલિદા જિયાએ સવારે 6 વાગે ઠાકાની અવરકેસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 36 દિવસની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 23મી નવેમ્બરએ હ્રદય અને ફેફસામાં સંક્રામણને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ નિમોનિયાથી પણ પીડિત હતા. આમ બાંગ્લાદેશની રાજનીતિમાં મંગળવારે એક યુગનો અંત આવ્યો છે. સંઘર્ષ, સત્તા અને સાહસનું પ્રતિક ગણાતા પૂર્વ વડાપ્રધાન અને બીએનપીના અધ્યક્ષ ખાલિદા જિયાએ 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના રાજકીય પક્ષે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના અનુભવી નેતા અનેક શારીરિક સમસ્યાથી પીડિતા હતા.
દરમિયાન મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ બેગમ ખાલિદા જિયાના નિધનને લઈને 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. તેમની અંતિમયાત્રા બુધવારે યોજાશે, જેથી આ દિવસે સમગ્ર દેશમાં સામાન્ય રજા રહેશે. હાલ સમગ્ર દેશ દુખી છે.

