Site icon Revoi.in

કર્ણાટકના પૂર્વ સીએમ જગદિશ શેટ્ટાર બીજેપી છોડીને કોંગ્રેસના થયા સામેલ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટકના પૂર્વ સીએમ ટિકિટ ન મળવાના કારણે બીજેપી પાર્ટીથી નારાજ થયા અને તેમણે બીજેપીનો સાથ છોડી દીધો હતો ત્યારે આજરોજ સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ સીએમ જગદિશ શેટ્ટારે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે.જગદીશ શેટ્ટાર રવિવારે રાત્રે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓ હવે કોંગ્રેસમાં જોડાય ચૂક્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું છે. જગદીશ શેટ્ટરે રવિવારે જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી વાતો ચાલી રહી હતી કે શેટ્ટર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને છેવટે તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ જગદીશ શેટ્ટારે કહ્યું કે ગઈ કાલે મેં ભાજપ છોડી દીધું અને આજે હું કોંગ્રેસમાં જોડાયો છું. વિપક્ષી નેતા તરીકે, ઘણાને આશ્ચર્ય છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.

વધુમાં તેમણે એમ પણ કહ્યું કેભાજપે મને દરેક હોદ્દો આપ્યો છે અને પાર્ટીનો કાર્યકર હોવાના કારણે મેં હંમેશા પાર્ટીના વિકાસ માટે કામ કર્યું છે. તેમણે કહ્યું, “એક વરિષ્ઠ નેતા હોવાના કારણે મેં વિચાર્યું કે મને ટિકિટ મળશે, પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળી રહી તો હું ચોંકી ગયો. કોઈએ મારી સાથે વાત નથી કરી, આ સાથે જ મને પાર્ટીના કોઈએ સમજવાનો પ્રયત્ન કર્યો નહતો.

ઉલ્લેખનીય છે કે  ભાજપમાંથી રાજીનામું આપતી વખતે શેટ્ટારે કહ્યું હતું કે તેમણે ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની ભાવિ યોજનાઓ જાહેર કરશે અને ઉમેર્યું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડશે.

Exit mobile version