Site icon Revoi.in

આ ક્રિકેટરનું પાન કાર્ડ ખોવાયું, તો પીએમ મોદી પાસે માગી મદદ

Social Share

મુંબઈ: પીએમ મોદીને કોઈ ક્રિકેટર આ રીતે યાદ કરે તે વાત તો કોઈ વિચારી જ ના શકે. વાત એવી છે કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન હાલ ભારતના પ્રવાસે છે અને અત્યારે તેમનું પાનકાર્ડ ખોવાયું છે. આ બાબતને લઈને તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી છે કે આ બાબતે તેમને પીએમ મોદી મદદ કરે.

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ભારત મહેરબાની કરીને મને મદદ કરો. મારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે. શું કોઈ મને એવી વ્યક્તિ પાસે મોકલી શકે છે જેમની પાસે હું મદદ માગી શકું. ઇન્કમ ટેક્સ વિભાગે બાદમાં વળતી ટ્વીટ કરીને પીટરસનને મદદ કરી હતી. જેનો પીટરસને આભાર માન્યો હતો.

તેમની ટ્વીટ બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મદદની ખાતરી આપતા માર્ગદર્શન આપ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ઇંગ્લેન્ડ વતી 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂકેલા પીટરસને હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને મદદ માગી હતી.

પીટરસને પોતાનું પાન કાર્ડ ખોવાયાની જાણકારી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. 41 વર્ષીય પીટરસન આઇપીએલ માટે સ્ટાર સ્પોર્ટ્સના સત્તાવાર કોમેન્ટેટર છે.

Exit mobile version