Site icon Revoi.in

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને થયો કોરોના – સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવાની કરી અપીલ

Social Share

 

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસોએ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કહેર ફેલાવ્યો છે, અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે હવે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ગૌતમે મંગળવારે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે.અને મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાનો કોરોનાનું પરિક્ષણ કરાવે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા  કોરોનાના વધતા કેસ વચ્ચે આજરોજ મંગળવારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિ પર બેઠક કરશે.

Exit mobile version