Site icon Revoi.in

બ્રિસ્બેનમાં ઈન્ડિયાની જીતથી ખુશી વ્યક્ત કરતા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે કર્યું ટ્વિટ -કહ્યું, ‘આ છે નવું ભારત’

Social Share

દિલ્હીઃ-આજે સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવીની ઈતિહાસ રચ્યો છે સમગ્ર દેશભરમાં ઈન્ડિયાની જીત ચર્ચાનો વિષય બની છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 4 મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામે કરી છે.

ટીમ ઈન્ડિયાએ 2-1 થી ટેસ્ટની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે.ત્યારે  ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતને લઈને પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ કર્યું છે,અને એક ફોટો પણ શેર કર્યો છે,અને ભારતને ન્યૂ ઈન્ડિયા કહ્યું છે.આ રીતે તેમણે અનોખી રીતથઈ ખુશી વ્યક્ત કરી છે.

પૂર્વ ક્રિકેટર સેહવાગે એક ટ્રકનો ફોટો શેર કર્યો છે. ફોટામાં, ભારતીય વાયુસેનાનું રફાલ લડાકુ વિમાન પણ દેખાય રહ્યું છે, આ સાથે જ લખ્યું છે કે,- આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે.

ફોટો ટ્વિટ કરતી વખતે સેહવાગે બ્રિસ્બેનમાં મળી રહેલી ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક અને ફળદાયી જીત અંગે ખુશી વ્યક્ત કરતાં સાથે સાથે રિષભ પંતની પણ પ્રશંસા કરી છે.

સાહિન-

Exit mobile version