Site icon Revoi.in

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયામાં કર્યું આત્મસમર્પણ,જાણો શું છે કારણ

Social Share

દિલ્હી :  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં જ્યોર્જિયાના ચૂંટણી પરિણામને ઉથલાવવાના પ્રયાસ સાથે જોડાયેલા એક કેસમાં ગુરુવારે એટલાન્ટાની ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ જેલ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને તેને ફુલટન કાઉન્ટી જેલમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે, બાદમાં ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ન્યૂ જર્સી જવા રવાના થયા હતા.

આ વર્ષે આ ચોથી વખત છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ તેમની સામેના ગુનાહિત આરોપ પર સ્થાનિક અથવા સંઘીય અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો જેલની બહાર એકઠા થયા હતા અને તેમણે આત્મસમર્પણ કરતા પહેલા વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ ડિસ્ટ્રિક્ટ એટર્ની ફેની વિલિસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે 2020માં ચૂંટણીને ઉથલાવવાની યોજના બનાવવાના આરોપમાં તેઓ જ્યોર્જિયા પ્રાંતની જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પ સામે 2020માં જ્યોર્જિયાના ચૂંટણી પરિણામોને ઉથલાવવાનું ષડયંત્ર રચવાના એક ડઝનથી વધુ કેસ છે. ટ્રમ્પ અને અન્ય 18 લોકો પર આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે.

તેઓ 2024 માં રાષ્ટ્રપતિપદના નામાંકન માટે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી ઉમેદવાર છે. જોકે, કોર્ટમાં તેની હાજરી ખુબ જ ટૂંકી હોવાની શક્યતા છે. ફુલટન કાઉન્ટી પ્રોસિક્યુશન માર્ચ પછી ટ્રમ્પ સામેનો ચોથો ફોજદારી કેસ છે, જ્યારે તેઓ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.