Site icon Revoi.in

ગુજરાત પોલીસમાં PSI, લોકરક્ષક, સહિત 12 હજાર જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે

Social Share

ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિત લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની કૂલ. 12472 ખાલી જગ્યાઓ માટે આજે તા. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકો OJAS વેબસાઈટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો  https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન ભરી શકશે.

ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ સહિત કૂલ 12472 ખાલી જગ્યાઓ માટે આજથી એટલે કે 4થી એપ્રિલથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIથી લઈને જેલ સિપાહી સુધીના વર્ગ 3ની ભરતી માટે અલગ-અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. ઉમેદવારો તા. 30 એપ્રિલ સુધી OJASની વેબસાઈટ પર પોતાના ફોર્મ ભરી શકશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ માટે 100 રૂપિયા પરીક્ષા અને બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે. PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવામાં આવશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પુછાશે. ગુજરાત પોલીસમાં PSIથી લઈ લોકરક્ષક કક્ષાની ભરતી પ્રક્રિયા માટે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ટોલ ફ્રી નંબર 1800 233 5500 ઉપર રવિવાર અને જાહેર રજાના દિવસ સિવાય સવારના 10.30થી 6 વાગ્યા સુધી પૂછપરછ કરી શકાશે.