Site icon Revoi.in

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાર કાશ્મીરી યુવાનો શંકાસ્પદ હાલતમાં ફરતા પકડાયા

Social Share

અમદાવાદઃ  શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આવતી કાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ રમાશે. મેચને લીધે પોલીસે બંદોબસ્ત સઘન બનાવ્યો છે. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે  ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. આ કશ્મીરી યુવકોની શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાયત કરવામાં આવી છે. આ યુવકોની સ્ટેડિયમ પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અજામ આપે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ આવતીકાલ 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાવાની છે. જો કે આ પહેલા આજે મોડી રાત્રે ચાર શંકાસ્પદ કશ્મીરી યુવકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આ ચાર શખ્સોને સ્ટેડિયમ પાસેથી શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ચારેય યુવકો કોઇ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો સ્ટેડિયમ શા માટે આવ્યા હતા તે અંગે ક્રાઇમ બ્રાંચે યુવકોની પુછપરછ હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે બુધવારે યોજાનારી ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી-20 મેચને લઈને 23 જાન્યુઆરીથી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી 60 હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ ગઇ છે. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 18 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્લોટમાં 50થી 200 રૂપિયા ચૂકવીને વાહન પાર્ક કરી શકાશે. BCCI દ્વારા ત્રીજી ટી-20 મેચનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અને ન્યુઝિલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. આજે સ્ટેડિયમમાં બંને ટીમ પ્રેક્ટીસ કરી હતી. અને 1 ફેબ્રુઆરીએ મેચ યોજાશે. આ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી મેચની 60 હજારથી વધુ ટિકિટ વેચાઈ છે. 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી અપેક્ષા છે. હજુ ઓનલાઇન અને ઓફલાઇન 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ટિકિટનું વેચાણ ચાલુ જ છે. મેચને લઇને અમદાવાદા સ્ટેડિયમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ પહેલા ચાર શંકાસ્પદ કાશ્મીરી યુવકોની ધરપકડથી પોલીસ વધુ એલર્ટ બની ગઇ છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે.