નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો. એક ટ્રક સાથે અથડાયા બાદ એક અર્ટિગા કાર ત્રણથી ચાર કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
આ ઘટના સવારે પાપડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની દૌસા જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નોઇડામાં ચાર લોકોના મોત
એક્સપ્રેસ વે પર અકસ્માતની માહિતી મળતાં, પાપડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચારેય મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે “કારમાં પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પૂજા કર્યા પછી નોઈડા પરત ફરી રહ્યા હતા.”
પોલીસ અધિકારીએ કહ્યું કે “હરિયાણા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી કાર લાલસોટથી દિલ્હી જઈ રહી હતી ત્યારે તે એક ટ્રક સાથે અથડાઈ ગઈ. ઝડપ વધુ હોવાને કારણે, કાર ટ્રકના પાછળના ભાગમાં ફસાઈ ગઈ અને ઘણા કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ.”
વધુ વાંચો: આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

