Site icon Revoi.in

ત્રણ વર્ષમાં પાકિસ્તાન બન્યું 41 ટ્રિલિયન ડોલરનું દેવાદાર: રિપોર્ટ

Social Share

નવી દિલ્લી: પાકિસ્તાન કે જે દિવસે ને દિવસે દેવાના બોજ નીચે દબાતું જાય છે. જેમ જેમ પાકિસ્તાનના માથે દેવું વધતું જાય છે તેમ તેમ દેશની આર્થિક સ્થિતિ તો બગડી જ રહી છે પરંતુ લોકોની પણ આર્થિક સ્થિતિ બગડી રહી છે. આવામાં એક રિપોર્ટ હવે તે પણ આવી રહ્યો છે કે પાકિસ્તાનના સરકારી ખજાના પર પહેલાથી 2.6 અરબ ડોલરનું દેવું છે. પાકિસ્તાન પર ચીન સરકાર અને ચીનની બેંકનું 9.1 અરબ ડોલરનું દેવું છે. 1 અરબ ડોલરના યુરોબોન્ડ અને આઈએમએફનું 1 અરબ ડોલરનું દેવું છે. પાકિસ્તાન પર પેરિસ ક્લબનું 33.1 બિલિયન ડોલરનું મલ્ટીલેટરલ દેવું છે. આ ઉપરાંત યૂરોબોન્ડ અને સુકુક જેવી આંતરાષ્ટ્રીય બોન્ડનું 12 અરબ ડોલરનું દેવું છે.

પાકિસ્તાનની સેનેટને જણાવવામાં આવ્યુ કે, પાકિસ્તાનનું આંતરિક દેવું 16 ટ્રિલિયન રૂપિયાથી વધી 26 ટ્રિલિયન ડોલર થયું છે. પાકિસ્તાનનું વિદેશી દેવું 8.5 ટ્રિલિયન ડોલરથી વધી 14.5 ટ્રિલિયન ડોલર થયું છે. આ સમય ગાળા દરમ્યાન ઈમરાન ખાન સરકારે 7.46 ટ્રિલિયન ડોલરના વ્યાજની પણ ચુકવણી કરી છે. પાકિસ્તાન મોટા પ્રમાણમાં સાઉદી અરબ પાસેથી પણ લોન લઈ રહ્યું છે અને સાઉદી પાસેથી જે લોન લેવામાં આવી છે તેની શરતોને પણ પાકિસ્તાન નજર અંદાજ કરી રહ્યું છે.

પાકિસ્તાને સાઉદી પાસેથી જે લોન લીધી છે અને તેનું વ્યાજ ચુકવવામાં પાકિસ્તાન ચુક કરશે તો પાકિસ્તાનને ડિફોલ્ટર જાહેર કરવામાં આવશે. સાઉદીએ આ વખતે એટલા માટે કડક શરત રાખી છે કારણકે, પાકિસ્તાને ગત વખતે સાઉદીના એક બિલિયન ડોલરની ચુકવણીમાં અનિયમિતતા દાખવી હતી. પાકિસ્તાને સાઉદીને નાણા ચુકવવા માટે ચીન પાસેથી લોન લેવાની નોબત આવી હતી.