Site icon Revoi.in

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર! એક દિવસમાં 29 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.દિન પ્રતિદિન કોરોનાના ઝડપથી કેસો વધી રહ્યા છે.કોરોનાના વધતા કેસને જોતા ફ્રાંસના વડાપ્રધાન જીન કૈસ્ટેકસે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. આ સાથે કહ્યું કે, ગયા વર્ષે 20 નવેમ્બર પછી પ્રથમ વખત સરેરાશ નવા કેસ છેલ્લા સાત દિવસમાં 25,000 ની પાર થયા છે.

ફ્રાંસના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે 29,975 નવા કેસ નોંધાયાની સુચના આપી હતી..ગયા મંગળવારની તુલનામાં આ આંકડો 4.5 ટકા વધારે છે. ફ્રાંસ નવા કેસોમાં સતત વધારા સાથે ઝઝૂમી રહ્યું છે. સતત વધી રહેલા કેસોને કારણે હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, નવા લોકડાઉનથી જ તેનાથી બચી શકાય છે.

યુરોપિયન સંધના અન્ય દેશોની જેમ ફ્રાંસ પણ પોતાના લોકોને રસી અપાવવામાં અમેરિકા અને બ્રિટનથી ઘણા પાછળ છે. જો કે,રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હજી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, રસીકરણ અભિયાનથી આ નવી મહામારીના વેવના પ્રભાવોને રોકવામાં આવી શકે છે. અને જેનાથી ફ્રાંસ ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનથી બચી જાય.

-દેવાંશી