Site icon Revoi.in

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારને વિના મુલ્યો પહોંચાડાતું ભોજન

Social Share

વેરાવળઃ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની મદદે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ છે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટીન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે વેરાવળ સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે ભોજન બનાવવાનું વિશાળ ભોજનાલય આવેલું છે, જ્યાં શુદ્ધ સ્વાદિષ્ટિ ભોજન તૈયાર કરવામાં આવે છે, જેને સોમનાથ ટ્રસ્ટનાં વાહનો મારફત દર્દીઓનાં ઘર સુધી પેકેટોમાં તૈયાર કરી ભોજન-પ્રસાદી રૂપે વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે.

સોમનાથ ખાતે આ સેવામાં ટ્રસ્ટના દિનેશભાઇ મારૂ, જિતુપુરી ગોસ્વામીબાપુ, ગટુસિંહ, ભીખુભાઇ મયૂરભાઇ સહિત 6થી વધુ સ્ટાફ રોકાયેલો રહે છે. વેરાવળ હોસ્પિટલ, વેરાવળ શહેર, ભાલકા, પાટણ હોમ ક્વોરન્ટીન ઘર, લીલાવંતી કેર સેન્ટર ખાતે સેવા પહોંચાડવામાં આવે છે. મંદિર તરફથી લગ્ન સુવિધા મળે છે, જે સરકારી ગાઇડલાઇન્સ મુજબ 50 લોકોને માન્યતા અપાય છે,  જે માટે 50 પાસ લગ્ન કરવા ઇચ્છુકને મળે છે, જેમાં વર કન્યાનો પણ સમાવેશ થઇ જાય છે. મંગળવારે સરકારની ગાઇડલાઇન્સ મુજબ એક લગ્ન યોજાયા હતા. કોરોનાના દર્દીઓ અને તેમના સગાઓ માટે

ભોજનમાં સવારે 2 શાક, રોટલી, સલાડ, દાળ-ભાત, કઠોળ તેમજ સાંજના સમયે પરોઠા, શાક, કઢી તેમજ ખીચડી તૈયાર કરવામાં આવે છે. સવારના ભોજનમાં સોમનાથ પ્રસાદીના લાડુના પેકેટનું વિતરણ કરવામા આવે છે.