Site icon Revoi.in

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન આવતા વર્ષની શરુઆતમાં ભારતની મુલાકાતે આવશે

Social Share

દિલ્હીઃ-ભારતકની મુલાકાતે અવાર નવાર વિદેશના મંત્રીઓ અને નેતાઓ આવતા રહેતા હોય છે ત્યારે હવે  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત મહારાષ્ટ્રના જૈતાપુર ખાતે 1,650 મેગાવોટના પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણ પર નવેસરથી ભાર મૂકવાની બાબત વચ્ચે આવનાર છે.

ફ્રાન્સના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ડેવલપમેન્ટ ક્રાયસોલા ઝાચારોપોલુએ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે મેક્રોન 2023ની શરૂઆતમાં ભારતની મુલાકાત લેવાના છે.

ભારતે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં સ્થિત જૈતાપુર ખાતે 1,650 મેગાવોટ ક્ષમતાના છ પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણની જાહેરાત કરી છે, જે કુલ 9,900 મેગાવોટની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી પરમાણુ પાવર સાઇટ તરીકે ઉભરી શકે છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સિંહ અને ક્રિસૌલાએ જૈતાપુર ખાતે પરમાણુ પાવર પ્લાન્ટની સ્થાપનાને ઝડપી બનાવવાના પગલાં અંગે ચર્ચા કરી છે.

આ સાથે જ સિંઘે ક્રાઈસોલાને ખાતરી આપી હતી કે જૈતાપુર પ્રોજેક્ટ સંબંધિત તકનીકી, નાણાકીય અને નાગરિક પરમાણુ જવાબદારીના મુદ્દાઓ બંને પક્ષો દ્વારા વહેલી તકે અને મેક્રોનની નિર્ધારિત મુલાકાત પહેલા ઉકેલવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ કંપની EDFએ ગયા વર્ષે જૈતાપુર ખાતે છ યુરોપિયન પ્રેશરાઇઝ્ડ પ્લાન્ટ્સ (ઇપીઆર) બનાવવા માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને તેની બંધનકર્તા ટેક્નો-કમર્શિયલ ઓફર સબમિટ કરી હતી. આ વર્ષે મે મહિનામાં, EDFની એક ઉચ્ચ સ્તરીય ટીમે ભારતની મુલાકાત લીધી હતી અને NPCILના અધિકારીઓ સાથે વિગતવાર વાતચીત કરી હતી.ત્યારે આવનારા વર્ષના આરંભે મેક્રોન ભઆરતની મુલાકાતે આ બાબતે આવી શકે છે.