Site icon Revoi.in

ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ થયા કોરોના વાયરસથી સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ દેશમાં કોવિડના કેસ વધ્યા

Social Share

દિલ્હી:ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે.

યુરોપના ઘણા દેશોની જેમ, ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોનાવાયરસની નવી લહેર જોવા મળી રહી છે. સોમવારે ફ્રાન્સના વડાપ્રધાન બ્રુસેલ્સમાં તેમના બેલ્જિયન સમકક્ષ એલેક્ઝાંડર ડી ક્રૂ અને અન્ય ચાર મંત્રીઓને મળ્યા હતા.એવામાં, આ લોકો હવે સાવચેતીના ભાગરૂપે ક્વોરેન્ટાઇન થયા છે.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ આગામી 10 દિવસ માટે આઇસોલેશનમાં રહીને તેમનું નિર્ધારિત કાર્ય કરશે. બેલ્જિયમના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન ડી ક્રુએ સુરક્ષા વાટાઘાટો માટે ફ્રાન્સના વડા પ્રધાનને મળ્યા હતા. આવી સ્થિતિમાં તેણે તરત જ તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી દીધી છે.

અત્રે નોંધનીય છે કે,ફ્રાન્સની 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. પરંતુ આ બધા પછી પણ, તાજેતરના અઠવાડિયામાં સંક્રમણના કેસોમાં વધારો થયો છે. કોરોનાને કારણે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે.

કોરોનાને કારણે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. જો કે, અહીં થોડી રાહત એ છે કે,આ વખતે ગત વખતે જોવા મળેલી વાયરસ સંકટમાંથી થોડી રાહત મળી છે. છેલ્લી વખત કરતા ઓછા લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે.

 

Exit mobile version