Site icon Revoi.in

તમારી ત્વચા પર ગ્લો લાવે છે ફ્રેસ ગુલાબની પાંદડીઓ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુલાબ સૌંદર્ય પ્રધાન પ્રોડક્ટ બનાવામાં વપરાય છે, પણ તેમાં અનેક કેમિકલ પાવડર ક્રિમ ઉમેર્યા બાદ તે પ્રોડક્ટ બને છે,જો કે આજે ગુલાબના પાનનો સીધો ઉપયોગ ત્વચા પર કઈ રીતે કરી શકાય તેની વાત કરીશું, ગુલાબના પાનનો ઘણી રીતે ઉપયોગ કરી શતકાય છે તો ચાલો જાણીએ ત્વચા પર ગ્લો લાવવા શું કરવું જોઈએ.

ટ્રિક 1 – સૌ પ્રથમ ફ્રેશ ગુલાબની પાંદડી લો તેને ચોખ્ખા પત્થર કે ખાંડણીમાં વાટીલો હવે અધકચરી પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં 1 ચમચી મધ એડ કરીલો , હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી લો, 10 મિનિટ બાદ આ પેસ્ટ ઘોઈલો આનાથી તમારી ત્વચા ગ્લો કરશે

ટ્રિક 2 – ગુલાબની 2 કપ જેટસલી પાંદળી ઓ લઈલો હવે એક ગ્લાસ પાણી ગરમ કરવા રાખો, પાણીમાં આ પાંદડીઓ નાખીને પાણી અડધુ થાય ત્યા સુધી ઉકાળી લો, હવે પાણીને ઠંડુ પડવા દો ત્યાર બાદ તેમાં 1 ચમચી એલોવેરા જેલ નાખીને બ્લેન્ડર ફેરવીલો, હવે આ લિક્વિડને ચહેરા પર લગાવીને સુકાવા દો અને 20 મિનિટ બાદ ફેસ ઘોઈલો, આમ કરવાથી ફેશની કાળશ અને ચીકાશ દૂર થાય છે સ્કિન ગ્લો પણ કરે છે.

ટ્રિક 3 – ગુલાબના પાનની પાંદડીઓ લો ત્યાર બાદ તેની પેસ્ટ બનાવો અને પેસ્ટમાં અડધી ચમચી હરદળ મિલાવીને પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટને ગરદન પણ કોણી પર લગાવવાથી કાળશ દૂર કરી શકાય છે,

ટ્રિક 4 – ગુલાબના પાંદડાઓને 1 કલાક સુધી ગુલાબજળમાં પલાળી રાખો ત્યાર બાદ પાણી સાથે જ પાંદડાઓને તહેરા પર માસ્કની જેમ લગાવીદો, જ્યા સુધી સુકાઈ જાય ત્યા સુધી એમ જ રાખો આમ કરવાથી ત્વચાને ઠંડક મળે છે.