Site icon Revoi.in

ફ્રિજમાં કુલિંગ નથી થતું? ઇલેક્ટ્રિશિયનને બોલાવતા પહેલા આ 5 ટિપ્સ અજમાવો…

Social Share

ઘણી વાર ફ્રિઝ સરખી રીતે ઠંડુ નથી થતુ, તેના લીધે ફ્રિઝમાં રાખેલ સામાન પણ ખરાબ થવા લાગે છે. જો તમારે પણ ફ્રિઝ ઠંડું નથી થતુ તો આ ટિપ્સ ટ્રાય કરો.

સૌથી પહેલા તાપમાન સેટિંગ્સ ચેક કરો. તમે એ જોઈ લો કે તાપમાન સેટિંગ્સ સરખી રીતે સેટ છે કે નહીં. ફ્રિઝ માટે આઈડિયલ તાપમાન 35-38°F (1-3°C) વચ્ચે હોય છે. તમારે ફ્રીજને 4 કે 5 નંબર પર ચલાવવું જોઈએ.

જો તાપમાન પણ બરાબર છે તો દરવાજાની સીલ ચેક કરો. ફ્રિઝ તૂટેલા કે ઘસાઈ ગયેલા દરવાજાના સીલને કારણે સરખઈ રીતે ઠંડુ થતું નથી. જો કોઈ તિરાડો અથવા ગેપ દેખાય તો તરત જ સીલ બદલો.

કન્ડેન્સર કોઇલ સાફ કરો. ગંદા કન્ડેન્સર કોઇલ ફ્રિઝને વધારે ગરમ થવાનું કારણ બની શકે છે, જેના લીધે તે સરખઈ રીતે ઠંડુ થતું નથી. ફ્રિઝની પાછળ કે નીચે કોઇલને સોફ્ટ બ્રશ કે વેક્યૂમથી સાફ કરો.

પંખો ચેક કરો. જો પંખો સરખી રીતે કામ ન કરતો હોય તો ફ્રિઝ સરખી રીતે ઠંડુ નહીં થાય. આવી સ્થિતિમાં તપાસવું કે પંખો સરખી રીતે ફરે છે કે નહીં. જો તે ફરતો ન હોય તો પંખો બદલો.

એકવાર ચેક કરો કે ફ્રિઝમાં એર વેન્ટ્સને બ્લોક કરતી કોઈ વસ્તુ નથી. કુલિંગ માટે હવાનું પરિભ્રમણ જરૂરી છે. જો આ ટિપ્સ કામ ન કરતી હોય, તો પ્રોફેશનલ દ્વારા રિપેર કરાવવાનો સમય આવી ગયો છે.