Site icon Revoi.in

1લી ઓગસ્ટથી દેશની ઓઈલ કંપનીઓને કેન્દ્ર એ આપ્યો મોટો ઝટકો – પ્રતિ ટન 4,250 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ વસુલવામાં આવશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં આજરોજ એટલે કે 1લી ઓગસ્ટથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમામ રાહત મળી છે તો કેટલીક વસ્તુઓમાં કેન્દ્રની સરકાર દ્રારા મોટો ફટકો પણ મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તેલ કંપનીઓની તો કેન્દ્રની સરકારે તેલ કંપનીઓને આજથી મોટો ફટકો આપ્યો છે જે હેઠળ હવે તેમના પાસેથી ટેક્સ વધુ વસુલવામાં આવશે.

પ્રાપ્ત વિહગત પ્રમાણે કેન્દ્ર સરકારે આજથી ઓઈલ કંપનીઓને નિરાશ કર્અયા છે એટલે કે  સરકારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં તીવ્ર વધારો કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે.

આ સહીત કેન્દ્રની સરકારે તેનો અમલ પણ આજથી એટલે કે 1લી ઓગસ્ટથી કર્યો છે. અગાઉ, 15 જુલાઈએ, સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો અને તેને વધારીને 1600 રૂપિયા પ્રતિ ટન કરી દીધો છે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ ડીઝલ પર પણ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો છે. અગાઉ તે શૂન્ય પર હતો. નવા આદેશમાં સરકારે ડીઝલ પર પ્રતિ લીટર 1 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે.ઉલ્લેખનીય છે કે સરકારે પેટ્રોલ અને ATF પર કોઈ વિન્ડફોલ ટેક્સ લગાવ્યો નથી.આમતો દર 15 દિવસે તેમની સમીક્ષા કરવામાં આવે છે. 15 જુલાઈના રોજ, સરકારે પેટ્રોલિયમ ક્રૂડના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1600 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો.