Site icon Revoi.in

ક્રિકેટરથી લઈને કોમેન્ટેટર અને પછી ફિનિશર, દિનેશ કાર્તિકે સાબિત કર્યું ઓલ્ડ ઈઝ ગોલ્ડ

Social Share

બેંગ્લોર:પંજાબ કિંગ્સ સામે દિનેશ કાર્તિકે 10 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત અપાવી હતી. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

દિનેશ કાર્તિકનું ક્રિકેટ કરિયર મજેદીર રહી છે. હાલમાં તે IPL મેચોમાં જ જોવા મળે છે. આ સિવાય દિનેશ કાર્તિક બાકીના દિવસોમાં કોમેન્ટેટર તરીકે જોવા મળે છે. પણ આ સિઝનમાં આ વિકેટકીપર બેટ્સમેન RCB માટે ખૂબ જ સારી રીતે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ શાનદાર ઈનિંગ પછી દિનેશ કાર્તિક સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ માને છે કે દિનેશ કાર્તિકે સાબિત કરી દીધું છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ છે.

પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 177 રન બનાવવાના હતા. આરસીબીના 6 બેટ્સમેન 130 રન સુધી પેવેલિયનમાં જતા રહ્યા હતા, પણ પછી દિનેશ કાર્તિકે મહિપાલ લોમરોર સાથે મળીને ટીમને જીતની ઉંબરે પહોંચાડી દીધી હતી.

IPLની 244 મેચોમાં દિનેશ કાર્તિકે 133.24ની સ્ટ્રાઈક રેટ અને 26.18ની એવરેજથી 4582 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં દિનેશ કાર્તિકનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે.