Site icon Revoi.in

હવે 1લી ડિસેમ્બરથી વિદેશી પ્રવાસીઓએ 14 દિવસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જણાવવી પડશે  , RT-PCR નેગેટિવ હોવો અનિવાર્ય-સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશઅવભરના કોરોનાના નવા વેરિએન્ટથી હાહાકાર મચ્યો છે દરેક દેશો સતર્ક બન્યા છે ત્યારે હવે ભારત પણ સતર્ક બન્યું છે,નવા વેરિએન્ટને રોકવા માટે સરકારે સતર્કતા વધારી છે. આ બાબતે હવે વિદેશથી આવતા મુસાફરોએ 1 ડિસેમ્બરથી મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

વિદેશી પ્રવાસીઓ એ આ સાથે જ પોતાના છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવી પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે મોડી સાંજે આ માર્ગદર્શિકા જારી કરી હતી.

હવે આ કોરોનાના નવા વેરિએન્ટ વાળા  દેશોમાંથી આવનારા લોકોનો ભારત આવતાની સાથે જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને એરપોર્ટ પર રોકવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેઓએ ઘરે અથવા જ્યાં પણ રોકાયા હોય ત્યાં સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આઠમા દિવસે ફરી પરીક્ષણ કરાશે. જો આમાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તમારે આવનારા સાત દિવસ તમારી જાતે પોતાના પર નજર રાખવી પડશે.

આ સાથે જ જોખમ વિનાના અન્ય દેશોમાંથી આવનારાઓને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ તેઓએ 14 દિવસ સુધી જાતે જ પોતાનું નિરિક્ષણ કરવું પડશે, જો તેઓ લક્ષણો દર્શાવે છે, તો તેઓએ વહીવટીતંત્રને જાણ કરવી પડશે. આ દેશોની ફ્લાઈટ્સના 5 ટકા મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. જો પોઝિટિવ જણાય તો તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે