Site icon Revoi.in

કેન્દ્રનો નિર્ણય, હવેથી દેશના તમામ રાજભવનોમાં દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાશે

Social Share

દેશના દરેક રાજ્યનો પોતાનો સ્થાપના દિવસ હોય છે દરેક રાજ્ય હંમેશાથી પોતાના રાજ્યનો આ દિવસ ઉજવતો આવ્યો છે જો કે હવેથી દરેક રાજ્યના સ્થાપના દિવસ અનેક રાજ્ય ઉજવશે તેવો સરકારે નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  સરકારે કહ્યું છે કે તમામ રાજ્યો માત્ર પોતાનો સ્થાપના દિવસ જ નહીં પરંતુ અન્ય રાજ્યોનો સ્થાપના દિવસ પણ ઉજવશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

એટલે કે  હવેથી દેશના તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ગુજરાત અને મહારાષ્ટ્ર તેમનો સ્થાપના દિવસ ઉજવશે. 20 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત રાજભવનમાં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણી કરવાની પુષ્ટિ કરી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના રહેવાસીઓને અન્ય રાજ્યોની સાથે સ્થાપના દિવસની ઉજવણી માટે રાજભવનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સહભાગીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે અને પ્રવચનો આપશે હવે પોતાનો સ્થાપના દિવસ દરેક રાજ્ય ઉજવતો જોવા મળશે.