Site icon Revoi.in

ફ્રીઝમાં રાખેલા ફળો આરોગ્ય માટે ઝેરી સાબિત થાય છે, જોઈલો કયા ફળોને ફ્રીઝમાં ન રાખવા જોઈએ

Social Share

ઉનાળાની ઋતુમાં આપણે ફ્રિજમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ રાખતા હોઈએ છે. એ વાતથી ઘણા લોકો અજાણ હશે કે આ પ્રકારની ફ્રીજમાં રાખેલી વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આમ કરવાથી ફ્રીજની કાર્યક્ષમતા પર અસર પડે છે પણ તેની સાથે આ ખાદ્ય ચીજો તેનો મૂળ સ્વાદ પણ ગુમાવે છે. જેમાં ખાસ કરીને શક્કરટેટી,તરબૂચ અને કેરી આ ફ્રૂટ ફ્રીજમાં રાખીની ખાવાથી ખૂબ જ નુકશાન થઈ શકે છે.

ઉનાળામાં તરબૂચ, શક્કરટેટી અને કેરી ખૂબ શોખથી ખાવામાં આવે છે. દરેક લોકો તેને ઠંડી કરવા માટે ફ્રિજમાં રાખે છે. જો કે, આ આખા ફળોને ફ્રિજમાં રાખવાથી તેના સ્વાદ પર અસર પડે છે. ખાસ કરીને ટેટીને કાપ્યા વિના ક્યારેય ફ્રિજમાં રાખવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તે ‘ચિલ ઈજા’ નું કારણ બને છે, જેના કારણે તેનો સ્વાદ અને રંગ ફીકો પડી જાય છે. ઉપરાંત, તેની સપાટી પર બેક્ટેરિયા વધવાનો ભય રહેલો હોય છે, જે હાનિકારક હોઈ શકે છે. તરબૂચ કે ટેટીને આપણે કાપીને ફ્રિજમાં રાખી શકીએ છે.

એ જ રીતે, કેરી અને તરબૂચને ફ્રિજમાં આખેઆખું ન રાખવો જોઈએ. આ ફળોને ધોઈ લો અને થોડા સમય માટે તેને ઠંડા પાણીમાં નાખો. તે પછી તેમને રુમટ્રેમ્પ્રેચર પર રહેવા દો. ત્યાર બાદ તેને ખાવાના થોડા સમય પહેલા કાપી શકો છો અને થોડો સમય ફ્રિજમાં રાખી શકો છો. કાપેલા ફળો ખુલ્લા ફ્રીજમાં ક્યારેય રાખવા નહી

ઉપરાંત, ફળો અને શાકભાજીને ક્યારેય એક જ ખાનામાં ન રાખો. શાકભાજી અને ફળને અલગથી સંગ્રહિત કરવું જોઈએ. શાકભાજી અને ફળો વિવિધ પ્રકારના ગેસ મુક્ત કરતા હોય છે. તેમને એક સાથે સંગ્રહિત કરવાથી તેમની ગુણવત્તામાં ફરક પડી શકે છે. આ સાથે જ એકબીજાની સ્મેલ પમ તેમાં બેસી જાય છે, તેનો મૂળ સ્વાદ બગડી જાય છે,તેથી શાકભાજીનુંખાનું અલગ કરવું અને ફળોને અલગથી ફ્રીજમાં રાખવા જોઈએ