Site icon Revoi.in

G-20 શિખર સંમેલન: પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે બેઠક યોજી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2021ના રોજ ઇટાલીના રોમમાં G-20 શિખર મંત્રણાની સાથે સાથે સિંગાપોરના વડાપ્રધાન લી હેસિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

મહામારી પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત થઇ હતી. બંને નેતાઓએ આબોહવા પરિવર્તનને નાથવા માટેના વૈશ્વિક પ્રયાસો અને આગામી સમયમાં યોજાઇ રહેલી COP26 અંગે ચર્ચા કરી હતી.

તેમણે હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીને રસીકરણના પ્રયાસોમાં વધારો કરીને તેમજ મહત્વપૂર્ણ દવાઓનો પૂરતો પૂરવઠો સુનિશ્ચિત કરીને આ મહામારીને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.

આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ મહામારીના બીજા ચરણ દરમિયાન સિંગાપોરે ભારતને કરેલી કોવિડ સંબંધિત સહાયતા બદલ તેમની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન લીએ ભારતમાં ઝડપથી રસીકરણ કવાયત આગળ વધારવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે લોકોથી લોકો વચ્ચેને જોડાણને વધુ ઉન્નત કરવા અંગેની રીતો વિશે પણ ચર્ચા કરી હતી જેમાં બંને દેશો વચ્ચે લોકોની ગતિવિધીઓમાં વહેલા સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાનો મુદ્દો પણ સમાવી લીધો હતો.

Exit mobile version