Site icon Revoi.in

G20: અમેરિકા, બ્રિટન તથા અનેક દેશોની સિક્યોરીટી ટીમ ભારત પહોંચી

Social Share

દિલ્હી: ભારત અત્યારે ડગલેને પગલે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત પોતાનું વર્ચસ્વ કાયમ કરી રહ્યું છે, તે પછી અવકાશ હોય કે સંરક્ષણ હોય, આવામાં વધુ જી-20 સમ્મેલન માટે પણ ભારત તૈયાર છે. હાલમાં મળી રહેલી જાણકારી મુજબ ભારતમાં અત્યારે વિવિધ દેશોની સિક્યોરીટી ટીમ પહોંચી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સુરક્ષાને લઈને તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

વધુ જાણકારી અનુસાર પ્રગતિ મેદાનમાં જે સ્થળે આ બેઠક યોજાવાની છે ત્યાં, મલ્ટીલેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેનાથી કોઈપણ મહેમાનની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન થાય. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધસૈનિક દળ, NSG કમાન્ડો અને દિલ્હી પોલીસની ટીમો સામેલ રહેશે. તમામ સુરક્ષા એજન્સીઓના કમાન્ડોને સુરક્ષાની જુદી-જુદી જવાબદારી આપવામાં આવી છે.

સુરક્ષાની દ્રષ્ટિએ અમે તમને વિદેશી મહેમાનોના રહેવાના તમામ સ્થળો અંગે વિગતવાર માહિતી નથી આપી શકતા. પરંતુ, ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હીની 23 હોટલ અને એનસીઆરની 9 હોટલમાં વિદેશી મહેમાનોને રહેવાની યોજના બનાવવામાં આવી છે. વિદેશી મહેમાનો જ્યાં રોકાશે તેમાં ઓબેરોય, ઈમ્પીરીયલ કનોટ પ્લેસ, સરદાર પટેલ માર્ગ પર આઈટીસી મૌર્ય, તાજ માન સિંહ હોટેલ, લીલા પેલેસ, તાજ પેલેસ, અશોકા હોટેલ, લલિત, શાંગરીલા, હયાત રીજન્સી, લે મેરીડીયન, ધ લોધી, વિવાંતા તાજ, શેરેટન, ધ સૂર્યા, હોટેલ પુલમેન, રોસેટ હોટેલ, જેડબ્લ્યુ મેરિયોટ હોટેલ, ઇરોસ હોટેલ, રેડિસન બ્લુ પ્લાઝા મહિપાલપુર, ધ લીલા એમ્બિયન્સ ગુરુગ્રામ, ટ્રાઇડેન્ટ ગુરુગ્રામ, ધ ઓબેરોય ગુરુગ્રામ, તાજ સિટી સેન્ટર ગુરુગ્રામ, હયાત રિજન્સી ગુરુગ્રામ , ITC ગ્રાન્ડ ભારત ગુરુગ્રામ, વેસ્ટિન ગુરુગ્રામ, ધ લીલા એમ્બિયન્સ કન્વેન્શન શાહદરા, વિવંતા સૂરજકુંડ અને ક્રાઉન પ્લાઝા ગ્રેટર નોઈડાનો સમાવેશ થાય છે. આ તમામ રોકાવાના સ્થળો અને વીઆઈપીના કાફલા પર કોઈ ચકલું પણ ન ફરકી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.