Site icon Revoi.in

જી 20 સમિટઃ પીએમ મોદી આ ત્રણ દિવસ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે 15થી વધુ દ્રીપક્ષીય બેઠક કરશે

Social Share

નવી દિલ્હી-  ભારત જી 20ની અધ્માં.ક્ષતા કરી રહ્યું છે ત્યારે 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજધઆની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ ભારતમાં અત્યારથી જ વિદેશી નેતાઓનો મેળાવડો જામ્યો છએ ત્યારે પીએમ મોદી આ ત્રણ દિવસ દરમિયાન સતત બેઠકોમાં વ્યસ્ત જોવા મળશે.

હાલ જી 20 સમિટના સ્થળ ભારત મંડપમને રાષ્ટ્રીય પ્રમુખો અને પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે 15 થી વધુ દ્વિપક્ષીય બેઠકો કરશે.

પ્રાપ્ત માહિતી અ નુસાર પીએમ મોદી યુએસ પ્રમુખ બાઈડેનસાથે આજે તેમના નિવાસસ્થાને મળવાના છે.આ સહીત પીએમ મોદી  મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથ અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે  અહી દ્વિપક્ષીય બેઠક કરશે.

એક પોસ્ટશેર કરીને પીએમ મોદીએ કહ્યું કે આ બેઠકો આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની અને વિકાસ સહયોગને આગળ લઈ જવાની તક પૂરી પાડશે. આવતીકાલે જી-20 બેઠકો ઉપરાંત પીએમ મોદી બ્રિટન, જાપાન, જર્મની અને ઈટાલીના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

આ સહીત 10 સપ્ટેમ્બરને  રવિવારના રોજ તેઓ લંચ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. વડા પ્રધાન કોમોરોસ, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન, યુરોપિયન કમિશન, બ્રાઝિલ અને નાઇજીરિયા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરવાના છે.

આથી વિશેષ માહિતી પ્રમાણે ઓલ ઈન્ડિયા રેડિયોના જણાવ્યા પ્રમાણે જ આમંત્રિત મહેમાનો માટે આજે સાંજે ભારત મંડપમ ખાતે એક વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યા વિદેશી નેતાઓ ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળશે.